210 કરોડ રૂપિયામાં વેચાઇ રહ્યુ છે 29 ફૂટ પહોળા સોનાના ગુંબજ વાળું પેન્ટહાઉસ, મળશે 360 ડિગ્રી વ્યૂ- તસવીરો જોઇ આંખો અંજાઇ જશે…

ન્યૂ યોર્ક સિટીની પ્રસિદ્ધ ફ્લૈટિરોન બિલ્ડીંગની મુલાકાત લેનારા લોકોએ નજીકમાં એક પાતળી, ખૂબ ઊંચી ઇમારત જોઈ હશે, જેની ટોચ પર સોનાનું ગુંબજ છે. આ ગુંબજની સુંદરતા લોકોને આકર્ષે છે. 5,777 વર્ગ ફૂટનું પેન્ટહાઉસ $25 મિલિયનમાં વેચાણ માટે બજારમાં છે.

5 બેડરૂમ, 5 બાથરૂમ વાળી સંપત્તિ 170 ફિફ્થ એવન્યુની ટોચ પર છે, જેને વર્ષ 1898માં બનાવવામાં આવી હતી. આ સોહમર પિયાનો બિલ્ડીંગ તરીકે જાણિતી છે. સોથેબીના લિસ્ટિંગ એજન્ટ લોરેન્સ ટ્રેગ્લિયાએ સીએનએનને જણાવ્યું કે આ પેન્ટહાઉસ ખરીદવું એ ન્યૂ યોર્કની સૌથી જૂની પ્રોપર્ટી ખરીદવા જેવું હશે. આ પેન્ટહાઉસની સુંદરતા જોતા તેની કિંમત કઈ નથી.

આ બિલ્ડીંગને રોબોર્ટ મેનિકે એ ડિઝાઇન કરી હતી. જેને 20મી સાદીની શરુઆતમાં સિટીના ઘણા પ્રખ્યાત લૈંડમાર્કને આકાર આપ્યો છે. ઉદ્યોગપતિ ગ્રેગરી સી. કેરે આ પેન્ટહાઉસ 2001માં લગભગ 7.5 મિલિયન ડોલરમાં ખરીદ્યું હતું અને પછી તેનું નવીનીકરણ કરાવ્યું હતું. હવે તે તેને વેચવા માંગે છે અને તે પૈસાનો ઉપયોગ તે મોઝામ્બિકમાં સ્કૂલ અને પ્રીસ્કૂલ બનાવામાં ઈચ્છે છે.

આ બિલ્ડીંગની એક ખાસ વાત છે કે અહીંયાથી ન્યૂ યોર્ક સિટીનો 360- ડિગ્રી વ્યૂ મળે છે. તેના સિવાય તેનું સુંદર ઈન્ટીરીયર આખોને ચમકાઈ દે છે. ખુલ્લું રસોડું તેની એક અહેમ ખાસિયત છે. જ્યાંથી ખુલ્લું આકાશ જોઈ શકાય છે. આ સિવાય માર્બલ બાથરૂમ, પ્રાઈવેટ રૂફ ડેક વગેરેનો સમાવેશ થાય છે. અહીં રેહવું એ કોઈક હોટેલ કે પ્લાઝામાં રહેવા બરાબર છે.આ બિલ્ડીંગની અત્યંત પાતળી અનોખી ડિઝાઇન પણ તેની એક વિશેષતા છે. 13 માળની આ બિલ્ડીંગ 29 ફૂટ પોહડી અને 120 ફૂટ લાંબી છે

Devarsh