કોમેડી ક્વિન ભારતી સિંહના ગોલાની નવી તસવીરો આવી સામે, ક્યૂટ ક્યૂટ ચહેરો જોઈને ચાહકોએ લૂંટાવ્યો ભરપૂર પ્રેમ, જુઓ

શું તમે ભારતી સિંહનો લાડકો દીકરો જોયો છે? લક્ષ્યનો હેરી પોટર લુક જોઈને તમે પણ કહેશો WOW

ભારતીસિંહનું કોમેડીની દુનિયામાં એક મોટું નામ છે. ચાહકો તેને ખૂબ પજ સંદ કરે છે. ભારતી તેના સોશિયલ મીડિયા હેન્ડલની મદદથી પણ ચાહકો સાથે જોડાયેલી રહે છે. થોડા સમય પહેલા તેણે એક દીકરાને જન્મ આપ્યો હતો. દંપતીએ તેમના પુત્રનું નામ લક્ષ્ય રાખ્યું છે. તો ભારતી પ્રેમથી લક્ષ્યને ગોલાના નામથી બોલાવે છે.

ભારતી અને હર્ષે 3 મહિના સુધી પોતાના લાડલાનો ચહેરો ચાહકોને બતાવ્યો નહોતો. પરંતુ હાલમાં જ તેણે 3 મહિના પૂરા થતાં જ તેના દીકરા લક્ષ્યના ફોટા શેર કર્યા છે. તસવીરમાં તેનો દીકરો ખૂબ જ ક્યૂટ લાગી રહ્યો છે. ભારતી અને હર્ષની સાથે કોરિયોગ્રાફર પુનીત પાઠકની પત્ની નિધિએ પણ ભારતીના પુત્રનો હેરી પોટર લુક શેર કર્યો છે.

પુનીત પાઠકની પત્ની નિધિએ તેની સ્ટોરીમાં લક્ષ્યનો સુંદર તસવીર મૂકી છે. હેરી પોટર લુકમાં લક્ષ્ય ખૂબ જ સુંદર લાગે છે. ગોલાએ પીળા અને લાલ આઉટફિટ સાથે બ્રાઉન કેપ અને ચશ્મા પણ પહેર્યા છે. આ તસવીર શેર કરતા નિધિ સિંહે લખ્યું કે ભારતી અને હર્ષ મને આ ગોલાને આપી દો.ત્યારે  ભારતીએ તેને જવાબ આપ્યો અને કહ્યું કે તરત જ આવો અને તેને લઈ જાઓ. લક્ષ્યનું નામ ગોલા સિંહ લિમ્બાચીયા પોટરનિધિએ લખ્યું છે.

આ દરમિયાન ભારતીએ લક્ષ્યની વધુ એક તસવીર શેર કરી છે, જેમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહ્યો છે. તસવીરમાં લક્ષ્ય બેબી પ્રિન્ટના કપડામાં જોવા મળી રહ્યો છે. લક્ષ્ય આ કપડામાં ખૂબ જ ક્યૂટ લાગી રહ્યો છે. લક્ષ્યની આ તસવીર પર ચાહકો અને સ્ટાર્સ ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. ઘણા સ્ટાર્સે પણ લક્ષ્યની આ તસવીર ઈન્સ્ટા સ્ટોરીમાં શેર કરી છે.

તમને જણાવી દઈએ કે ભારતી અને હર્ષના લગ્ન વર્ષ 2017માં થયા હતા. લગ્નના 5 વર્ષ પછી, દંપતીએ તેમના જીવનમાં એક દીકરાનું સ્વાગત કર્યું. લક્ષ્યના આગમન સાથે ભારતી અને હર્ષનું જીવન ઘણું બદલાઈ ગયું છે. બંને ખૂબ ખુશ છે. ભારતી અને હર્ષ તેમના પુત્ર સાથે વિતાવેલી સુંદર પળોની તસવીરો અને વીડિયો શેર કરતા રહે છે, જે ચાહકોને ખૂબ ગમે છે.

હર્ષ અને ભારતીએ તાજેતરમાં જ તેમના પુત્ર સાથે ફોટોશૂટ કરાવ્યું હતું. કેટલીક તસવીરોમાં લક્ષ્ય હુક્કા સાથે તો ક્યાંક હેરી પોટરની સ્ટાઈલમાં જોવા મળે છે. ફેન્સ કપલની પોસ્ટને જોરદાર લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે. આ ઉપરાંત નીતિ મોહનથી લઈને અદા ખાન સુધીની તમામ સેલિબ્રિટીઓએ પણ ભારતી અને હર્ષની પોસ્ટ પર કોમેન્ટ કરી છે.

Niraj Patel