ભારતી સિંહના રાજકુમાર જેવા દીકરાનું ઘરે થયુ જોરદાર સ્વાગત, કોમેડિયને જણાવ્યુ રાજકુમારનું નામ

પોપ્યુલર કોમેડિયન ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચિયા 3 એપ્રિલ 2022ના રોજ એક ક્યુટ દીકરાના પેરેન્ટ્સ બન્યા છે. કોમેડિયને મુંબઇની હોસ્પિટલમાં દીકરાને જન્મ આપ્યો હતો. 10 એપ્રિલના રોજ ભારતી સિંહને હોસ્પિટલથી રજા મળી હતી અને તે બાદ તે તેના બેબી બોયને લઇને ઘરે ગઇ. બેબીને ઘરે લઇ ગયાના બે દિવસ બાદ ભારતી સિંહે તેની યૂટયૂબ ચેનલ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે તેના બેબીનો રૂમ બતાવે છે અને સાથે સાથે તેના નામનો પણ ખુલાસો કરે છે. કોમેડિયનની લાઇફ ઓફ લિમ્બાચિયા નામની યૂટયૂબ ચેનલ છે. જેમાં તે વ્લોગ્સ શેર કરતી રહે છે. દીકરાના જન્મ પહેલા અને બાદમાં પણ તેણે વીડિયો અપલોડ કર્યા છે.

12 એપ્રિલના રોજ અપલોડ કરાયેલા વિડિયોમાં ભારતી હોસ્પિટલમાં બાળકનો છેલ્લો દિવસ અને તેની પ્રથમ કારની મુસાફરી બતાવી રહી છે. તેમજ ઘરમાં તેમનું કેવું સ્વાગત થઈ રહ્યું છે, તે પણ તેમાં જોઈ શકાય છે. આ સાથે આ વીડિયોમાં તેણે પોતાના બાળકનું નિકનામ પણ જાહેર કર્યું છે. હોસ્પિટલના રૂમમાંથી રેકોર્ડ કરાયેલા આ વીડિયોમાં ભારતી પુત્ર હોવા અંગે કહે છે, ‘મને એક દીકરી જોઈતી હતી. પરંતુ જે પણ આવ્યુ અમે તેનું સ્વાગત કર્યું છે. આ પછી, તે હર્ષ અને બાળકના આગમન પછી તેના વર્તનમાં આવેલા બદલાવ વિશે કહે છે.

ભારતી કહે છે કે, અમે બંને સારા છીએ. બાળક સ્વસ્થ છે. ભારતી બેબીની કાર સવારી પણ બતાવે છે. તે આગળની સીટ પર બેઠી છે. ત્યાં, હર્ષ બાળકને પાછળની સીટ પર ખોળામાં લઇને બેઠો છે. ભારતી અને હર્ષ મજાક કરતા પણ વીડિયો જોવા મળી રહ્યા છે. પછી તે પોતાના ઘરે પહોંચે છે. જ્યાં આખા ઘરને બ્લૂ અને વ્હાઇટ ફુગ્ગાઓથી શણગારેલું જોવા મળે છે. બેબી સાથે એન્ટ્રી કરતા પહેલા ભારતી અને હર્ષ જોવા મળે છે. તેમની આરતી થાય છે. પછી તે ઘરમાં આવે છે. વિડિયોમાં બાળકનો રૂમ પણ બતાવવામાં આવ્યો છે,.

વીડિયોમાં ભારતી સિંહે કહ્યું કે, ‘જ્યારથી તે માતા બની છે ત્યારથી તે બધું ભૂલી ગઈ છે. તે જ મને યાદ છે. જ્યારે હું મારી આંખો બંધ કરું છું, ત્યારે મને ગોલાનો ચહેરો દેખાય છે. અમે પ્રેમથી બાળકનું નામ ગોલા રાખ્યું છે. હું અને હર્ષ તેને આ નામથી બોલાવીએ છીએ કારણ કે તે ગોલુમોલુ જેવો છે, તેથી અમે તેને ગોલા કહીએ છીએ. વીડિયોમાં ભારતીએ તેના નવા જન્મેલા બેબી બોયના બેબી રૂમની ઝલક પણ બતાવી હતી. વીડિયમાં બાળકના ઘોડિયાની અંદર સોફ્ટ ટોય પણ જોવા મળ્યા હતા.

Shah Jina