જીત બાદ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો ગ્લેન મેક્સવેલ, રડતા રડતા ભેટી પડ્યો કપ્તાન ફિન્ચને, અને પછી… જુઓ વીડિયોમાં

આઈસીસી ટી-20 વર્લ્ડ કપ ગઈકાલે પૂર્ણ થઇ ગયો અને આ વર્ષનું વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા રહ્યું. ઓસ્ટ્રલિયાએ ન્યુઝીલેન્ડને 8 વિકેટે હરાવીને આ ખિતાબ પોતાના નામે કરી લીધો. ત્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ જીતવાની સાથે જ ચાહકો અને ઓસ્ટ્રેલિયાની આખી ટીમ ખુશીથી ઝૂમી ઉઠી હતી, ફેન્સથી લઈને ખેલાડીઓની આંખો પણ ખુશીમાં ભીની થઇ હતી.

ઓસ્ટ્રેલિયાની જીત બાદ તેમની જીતની ઉજવણીનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયલર થઇ રહ્યા છે. ઓસ્ટ્રલિયા ટી-20 વર્લ્ડ કપમાં પ્રથમ વખત વિજેતા બન્યું છે, ત્યારે તેમની જીતની ખુશી તો બને જ છે, જીત પછી મેક્સવેલ એટલો બધો ઈમોશનલ બની ગયો હતો કે તે કેપ્ટન ફિંચને ભેટીને રડવા લાગ્યો હતો.

ઓસ્ટ્રેલિયન ટીમના ધુરંધર બેટ્સમેન મેક્સવેલે જીતનો શોટ માર્યો હતો અને તે દોડીને પોતાની ટીમ પાસે પહોંચ્યો હતો, ત્યાં કપ્તાન એરોન ફિન્ચને ભેટીઅને ખુબ જ ભાવુક થયેલો પણ જોવા મળ્યો હતો. તેની આંખોઆંથી આંસુઓ વહેવા લાગ્યા હતા. જયારે આ ટુર્નામેન્ટની શરૂઆત થઇ ત્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ ઉપર ઘણા સવાલ પણ ઉભા થયા હતા. ઓસ્ટ્રેલિયાને ફેવરિટ નહોતું માનવામાં આવી રહ્યું, પરંતુ આ ટીમના ખેલાડીઓએ સાબિત કરી આપ્યું કે તે વર્લ્ડ ચેમ્પિયન છે.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)


ડેવિડ વોર્નર અને મિશેલ માર્સે ધમાકેદાર બેટિંગ કરી અને ઓસ્ટ્રેલિયાને જીત અપાવવાનું કામ કર્યુ, ગ્લેન મેક્સવેલે પણ છેલ્લી ઓવરોમાં ઝડપથી રન બનાવીને ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી. સોશિયલ મીડિયામાં તેમની જીતની ઉજવણીના ઘણા વીડિયો વાયરલ થઇ રહ્યા છે.

Niraj Patel