ના જીવાત, ના કોઈ ગરોળી, પણ આ ખ્યાતનામ પીઝા બ્રાન્ડનો પિઝા ખાતા અંદરથી નીકળી એવી વસ્તુ કે જોઈને રૂંવાડા ઉભા થઇ જશે

ફાસ્ટ ફૂડ ખાવાના શોખીનો આજે દરેક ઘરમાં છે, આજના બાળકોને પણ ફાસ્ટ ફૂડ ખાવું જ ખુબ જ પસંદ હોય છે. અને એમાં પણ પીઝા સૌની પહેલી પસંદ છે, પરંતુ ઘણીવાર રેસ્ટોરન્ટમાં બેસીને પીઝા ખાતી વખતે કે ઓનલાઇન ઓર્ડર કરેલા પિઝાની અંદર જીવાત, ગરોળી કે વાળ નીકળવાની ઘટનાઓ સામાન્ય રીતે સામે આવતી હોય છે અને તેના લઈને મોટો હોબાળો પણ મચી જતો હોય છે. પરંતુ હાલ જે ઘટના સામે આવી છે તેને સૌના હોશ ઉડાવી દીધા છે.

આ મામલો મુંબઈથી પ્રકાશમાં આવ્યો છે જ્યાં એક વ્યક્તિએ ઓનલાઈન ઓર્ડર કરીને ડોમિનોઝમાંથી પિઝા મંગાવ્યો હતો પરંતુ જ્યારે તેણે તેને ખોલ્યો તો તે અવાચક થઈ ગયો હતો કારણ કે તેમાં કાચના ટુકડા નીકળી ગયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના મુંબઈની છે. ટ્વિટર પર અરુણ કોલ્લુરી નામના વ્યક્તિએ પિઝા આઉટલેટ દ્વારા વેચાતા પિઝાની તસવીર પોસ્ટ કરી હતી અને કહ્યું હતું કે તેને ઓનલાઈન ઓર્ડર કરાયેલ પિઝામાં કાચના ટુકડા મળ્યા છે.

જો કે, તેમના ટ્વિટમાં આઉટલેટ અથવા ડિલિવરીની તારીખનો ઉલ્લેખ નથી. આ ટ્વીટ સાથે તેણે મુંબઈ પોલીસને ટેગ કર્યું. આટલું જ નહીં તેણે મુંબઈ પોલીસ તેમજ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને ટેગ કરીને લખ્યું કે ડોમિનોઝ પીઝામાં કાચના 2 થી 3 ટુકડા મળ્યા છે. આ પછી, મુંબઈ પોલીસે ટ્વિટ પર ફરીથી જવાબ આપ્યો કે તે કોઈપણ કાયદાકીય ઉપાય શોધતા પહેલા ડોમિનોઝના ગ્રાહક સંભાળને લખવાની સલાહ આપે છે.

હાલમાં આ મામલે ડોમિનોઝનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે તેની ગુણવત્તાયુક્ત ટીમે પિઝાના આઉટલેટની તપાસ કરી પરંતુ કોઈ ખામી મળી નથી. હાલમાં, કંપનીએ કેસની હકીકતો જાણવા માટે સોશિયલ મીડિયા દ્વારા પીડિત ગ્રાહકનો સંપર્ક પણ કર્યો છે. આ સાથે મામલાની તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.

Niraj Patel