પ્રેમની નગરી પેરિસમાં ગીતાબેન રબારીએ જમાવ્યો રંગ, એવી સુંદર તસવીરો શેર કરી કે ચાહકો પણ કરવા લાગ્યા વાહ વાહ, જુઓ

વિદેશમાં પણ છવાયો ગીતાબેન રબારીનો જલવો, પેરિસમાં પોતાના અવાજની સાથે લુકથી પણ ચાહકોને કર્યા મંત્રમુગ્ધ, જુઓ તસવીરો

Gitaben Rabari in Paris : ગીતાબેન રબારી આજે ગાયિકીમાં ખુબ જ મોટું નામ બની ગયા છે. તેમને તેમના સુમધુર અવાજથી આખી દુનિયામાં પોતાના નામનો ડંકો વગાડ્યો છે. આ સાથે જ તે તેમના પર્મપરિક પહેરવેશનાં કારણે પણ જાણીતા છે. તેઓ સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને અવાર નવાર તેમના વીડિયો અમે તસવીરો પણ શેર કરતા રહે છે.

ગીતાબેન રબારીના જયારે કાર્યક્રમ હોય છે ત્યારે મોટી સંખ્યામાં લોકો જોવા માટે ઉપસ્થિત રહેતા હોય છે અને તેમના તાલ પર ઝુમતા પણ જોવા મળે છે. ત્યારે ગીતાબેનના કાર્યક્રમો ફક્ત ગુજરાતમાં જ નહિ પરંતુ ભારતમાં અને દુનિયાભરના વિવિધ દેશોમાં પણ થતા હોય છે અને ત્યાં પણ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડતું હોય છે.

ત્યારે હાલ ગીતાબેન રબારી ફ્રાન્સના પ્રવાસે છે અને ત્યાંથી તે પોતાની શાનદાર તસવીરો પણ શેર કરતા જોવા મળે છે. ગીતાબેને થોડા સમય પહેલા જ કેટલીક તસવીરો શેર કરી હતી. જે પ્રેમની નગરી પેરિસની હતી, આ તસવીરોમાં ગીતાબેનનો એક અલગ અંદાજ જોવા મળ્યો હતો.

ગીતાબેન રબારીએ ઘણી બધી તસવીરો શેર કરી છે, જેમાં તે પેરિસની અલગ અલગ જગ્યાએ ઊભા રહીને પોઝ આપતા જોવા મળે છે. તેમની આ તસવીરો ચાહકોને પણ ખુબ જ પસંદ આવી રહી છે.

માત્ર થોડા કલાકો પહેલા જ પોસ્ટ કરેલી આ તસ્વીરોને અત્યાર સુધીમાં 65 હજારથી પણ વધારે લોકો લાઈક કરી ચુક્યા છે. આ ઉપરાંત ઘણા બધા ચાહકો કોમેન્ટ કરીને તેમના લુકના વખાણ પણ કરતા જોવા મળ્યા છે.

તમને જણાવી દઈએ કે ગીતાબે ફ્રાન્સની અંદર લાઈવ પર્ફોમન્સ માટે ગયા છે. તેમને ગઈકાલે યુનેસ્કો દ્વારા ગરબાને વિશ્વ કક્ષાએ સ્થાન આપ્યું એ માટે થઈને ખાસ ઉજવણી કરી હતી, જેમાં ગીતાબેને પણ લાઈવ પર્ફોમન્સ આપ્યું હતું.

લાઈવ પર્ફોમન્સ દરમિયાન ગીતાબેન રબારી તેમના પારંપરિક પરિધાનમાં જોવા મળ્યા હતા અને પેરિસમાં રહેતા ગુજરાતીઓને પોતાના સુરના તાલ પર ઝુમાવવા મજબુર કર્યા હતા.

તો સામે આવેલી તસવીરોમાં ગીતાબેન રબારીનો વેસ્ટર્ન લુક પણ જોવા મળ્યો હતો. બહુ ઓછા ગીતાબેન આવા કપડામાં જોવા મળે છે. ત્યારે ચાહકોને પણ તેમનો આ અંદાજ પસંદ આવ્યો છે.

Niraj Patel