રીલ બનાવવાના ચક્કરમાં રસ્તા વચ્ચે જ 3 છોકરીઓ કરી રહી હતી એવી એવી હરકતો કે હવે ઉડી રહ્યો છે મજાક, જુઓ વીડિયો

આજકાલના યુવાનો અને યુવતીઓને સોશિયલ મીડિયામાં ફેમસ થવાનું ભૂત વળગ્યું છે અને ફેમસ થવા માટે તે કોઈપણ હદ સુધી જઈ શકે છે, તમે જયારે તમારો મોબાઈલ હાથમાં લેશો તો  તમને પણ ઘણા એવા વીડિયો જોવા મળશે જે જાહેરમાં જોઈ પણ ના શકાય, ત્યારે આવા લોકોને ઘણીવાર ટ્રોલિંગનો પણ સામનો કરવો પડતો હોય છે, હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયો જોઈને તમે પણ હસવા પર મજબૂર થઈ જશો. જેમાં ત્રણ યુવતીઓ ડાન્સ વીડિયો શૂટ કરતી જોવા મળી હતી. ઇન્સ્ટાગ્રામ રીલ્સ બનાવવાની પ્રક્રિયામાં તે એવા વિચિત્ર કૃત્યો કરતી જોવા મળે છે, જેને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પેટ પકડીને હસવા લાગે છે. વાસ્તવમાં આ છોકરીઓ ખૂબ જ ફની અંદાજમાં ડાન્સ કરતી જોવા મળે છે.

તમે જોઈ શકો છો કે જ્યારે એક છોકરી ડાન્સ કરી રહી છે ત્યારે બીજી છોકરી વીડિયો શૂટ કરી રહી છે. તે જ સમયે, જ્યારે બીજી છોકરી ડાન્સ કરી રહી છે, તો ત્રીજી છોકરી વીડિયો શૂટ કરી રહી છે. આ ચક્ર આમ જ ચાલતું રહે છે. છોકરીઓને આ ફની સ્ટાઇલમાં રીલ બનાવતી જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ તેમની મજાક ઉડાવી રહ્યા છે.

વીડિયોને જોઈને ખબર પડે છે કે આ ‘BTS’ એટલે કે ‘બિહાઇન્ડ ધ સીન’ વીડિયો છે. આમાં ત્રણ છોકરીઓ દુનિયાથી બેધ્યાન બનીને રીલનું શૂટિંગ કરતી જોવા મળે છે. આ દરમિયાન ચોથા વ્યક્તિએ ત્રણેય યુવતીઓનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો, જ્યાંથી આ વીડિયો વાયરલ થયો હતો. વીડિયો જોઈને લોકો કહી રહ્યા છે કે આ ડાન્સ ઓછો અને એકબીજાને થપ્પડ મારવાની પ્રેક્ટિસ ચાલી રહી હોય તેમ લાગે છે.

Niraj Patel