તો આ કારણે બુધવારના દિવસે નથી આપવામાં આવતી લગ્ન બાદ દીકરીને વિદાય ? થઇ શકે છે આ મોટી અનહોની

આપણા હિન્દૂ ધર્મની અંદર ઘણા એવા પ્રસંગો અને રીતિ રિવાજો હોય છે જે કેટલાક ખાસ દિવસે જ યોજવામાં આવે છે, તેમજ દરેક શુભ પ્રસંગો યોજવા માટે ચોક્કસ મુહૂર્ત પણ જોવામાં આવતા હોય છે. કેટલાક વાર પણ એવા હોય છે જેમાં કેટલાક કાર્યો કરવામાં નથી આવતા, એવું જ એક કાર્ય છે ઘરેથી દીકરીની વિદાય. જે બુધવારના રોજ નથી કરવામાં આવતી.

લગ્ન એ ખુબ જ ખુશીનો પ્રસંગ હોય છે. પરંતુ કન્યા વિદાયના પ્રસંગની અંદર ઉપસ્થિત સૌની આંખો પણ ભીની થતી જોવા મળે છે. તો કન્યા વિદાય સંધ્યા સમયે અને બુધવારના રોજ કેમ નથી કરવામાં આવતી તેની પાછળનું પણ રોચક કારણ છે. ઘણા લોકોને આ વાતની હજુ પણ ખબર નહીં હોય, પરંતુ આજે અમે તમને બુધવારે કન્યા વિદાય ના થવા પાછળનું કારણ જણાવીશું.

જે લોકો બુધવારના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરતા હશે તે લોકો બુધવરની કથા અવશ્ય જાણતા હશે કે કેવી રીતે બુધવારના દિવસે છોકરીની વિદાય કરવાથી સમસ્યા ઉભી થતી હોય છે. આપણા શાસ્ત્રો અને જ્યોતિષ અનુસાર બુધવારના દિવસે દીકરીની વિદાય કરવા ઉપર કોઈપણ પ્રકારનું અશુભ પરિણામ કે અનિષ્ટ થવાની સંભાવના વધી જાય છે આ ઉપરાંત ગૃહ દશા પણ ખરાબ થઇ શકે છે.

જો કે તેનું જ્યોતિષ કારણ એ પણ છે કે જ્યોતિષ અનુસાર બુધ અને ચન્દ્ર શત્રુ છે. એક કથા અનુસાર બુધ ચંદ્રને પોતાની શત્રુ માને છે પરંતુ ચંદ્ર બુધને નહિ. જ્યોતિષ અનુસાર ચંદ્રને યાત્રાનો કારક માનવામાં આવે છે અને બુધને આવક અને વ્યાપારનો કારક માનવામાં આવે છે. જેના કારણે બુધવારના દિવસે કોઈપણ વ્યવસાયિક યાત્રા કે અન્ય કોઈપણ પ્રકારની યાત્રા કરવા ઉપર નુકશાન થાય છે.

જો બુધ ખરાબ હોય તો કોઈ અકસ્માત અથવા તો કોઈ અનહોની થવાની પણ સંભાવના વધી જાય છે. જેના કારણે એવી માન્યતા છે કે બુધવારના દિવસે દીકરીઓને લગ્ન બાદ સાસરે નથી મોકલાવમાં આવતી.

Niraj Patel