Viral Video: ગાય સાથે પંગો લેવો છોકરીઓને પડ્યો ભારે, ઉભી પૂછડીયે ભાગવું પડ્યું

ઈન્ટરનેટ પર રોજબરોજ હજારો વીડિયો અપલોડ થાય છે. તેમાના ઘણા તો એટલા ફની હોય છે કે તમે હસવાનું નથી રોકી શકતા. જો કે ઘણા વીડિયો આપણને શીખ પણ આપે છે. મુસિબત આવે ત્યારે યોગ્ય નિર્ણય લેવો કેટલો જરૂરી હોય છે તે આ વીડિયો જોયા બાદ તમને ખબર પડી જશે. સમસ્યા ક્યારે અને કેવી રીતે સામે આવીને ઉભી રહી જાય તે કહીં ન શકાય. તેથી જરૂરી એ છે કે તમારે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ.

આ સમયે ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમને આવી જ શીખ મળશે. વીડિયોમાં ગાયના ટોળા પાસે એક ફુટબોલનો દડો જોવા મળી રહ્યો છે, જેને લેવા માટે બે છોકરીઓ ગાયોની નજીક જાય છે. ત્યારે જ કઈંક એવું બને છે જેના કારણે છોકરીઓને ત્યાં ભાગવું પડે છે.

વીડિયોની શરૂઆતમાં તમે જોશો કે છોકરીઓનું એક ગ્રુપ ફુટબોલ રમવા માટે મેદાનમાં આવે છે. આ દરમિયાન ફુલબોલ ઘાસ ચરતી ગાયોના ટોળા વચ્ચે જઈને પડે છે. ત્યાર બાદ જે ઘટના બને છે તેને જોઈને તમે હસવાનું નહીં રોકી શકો. વીડિયોમાં તમે જોશો કે ફુટબોલ લેવા માટે એક છોકરી ગાયોની નજીક જાય છે. આ દરમિયાન તે ગાયોને પાછળ ધકેલવાનો પ્રયત્ન કરે છે.

જો કે તેમા તેને સફળતા ન મળતા બીજી એક છોકરી આવે છે અને નીચે પડેલી સોટી વડે ગાયને મારવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ત્યારે જ બાજી અવડી પડી જાય છે. વીડિયોમાં તમે જોશો કે જેવી છોકરી ગાયને ડરાવવા માટે આગળ વધે છે ત્યારે જ એક કાળા રંગની ગાય ગુસ્સામાં આવી જાય છે અને છોકરીના પાછળ હુમલો કરવા દોડે છે. જેવી ગાય છોકરીની પાછળ દોટ મુકે છે છોકરી બંદુકની ગોળીની જેમ ત્યાંથી ભાગવા લાગે છે.

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને જોઈને લાગે છે કે માનો આજે આ છોકરીઓનો દિવસ જ ખરાબ હતો. 18plusguyy નામના એકાઉન્ટ પરથી આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો વ્યૂઝ મળી ચૂક્યા છે. લોકોને આ વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

YC