આજની યુવાપેઢી ખરેખર લાજ શરમ ભૂલી રહી છે, જુઓ આ વીડિયો, ચાલુ ટ્રેનમાં છોકરીઓએ કર્યો એવો અશ્લીલ ડાન્સ કે જોઈને તમને પણ શરમ આવી જશે

“કીસી કો ખુદકુશી કા શોખ હો તો” ગીત પર ટ્રેનના કોચમાં જ એવો ડાન્સ કરવા લાગી છોકરીઓ કે બીજા પેસેન્જર પણ શરમથી થઇ ગયા પાણી પાણી… જુઓ વીડિયો

Girls dance in train coach : આજનું યુવાધન (youth) કોઈક અલગ જ દિશામાં જઈ રહ્યું છે. મોટાભાગના યુવાનોને પોતાના કેરિયર કરતા પોતાના સોશિયલ મીડિયા (social media) માં  ફોલોઅર્સ, વ્યૂઝ અને લાઈક વધારવાનું ભૂત ચઢ્યું છે અને તેના માટે થઈને તે ઘણીવાર એવી એવી હરકતો કરતા હોય છે કે તેમના વીડિયો જોઈને આપણને પણ ગુસ્સો આવી જતો હોય છે.

દિલ્હીની મેટ્રો (delhi metro) માં થતી હરકતો તો આપણે બધા જાણીએ જ છીએ. ત્યારે હાલ વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં છોકરીઓનું એક ગ્રુપ ટ્રેનમાં જ અશ્લીલ ડાન્સ કરતું નજર આવી રહ્યું છે. વાયરલ વીડિયોમાં યુવતીઓનું એક ગ્રુપ ટ્રેનની અંદરની સીટ પર જબરદસ્ત ડાન્સ કરતું જોવા મળે છે. બેકગ્રાઉન્ડમાં ‘કિસી કો ખુદકુશી કા શોખ હો તો..’ ગીત વાગી રહ્યું છે.

આ વીડિયો પર યુઝર્સ અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક છોકરીઓના આત્મવિશ્વાસના વખાણ કરી રહ્યા છે અને કેટલાક પૂછે છે કે ટ્રેનોમાં રીલ/વિડિયો બનાવવાની પ્રક્રિયા ક્યારે બંધ થશે. આ 10 સેકન્ડનો વીડિયો @vaidehihihaha નામના ટ્વિટર એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. તેના કેપ્શનમાં લખ્યું છે “ભાઈ, મારાથી તો ટ્રેનમાં લોકોની સામે ખાવાનું પણ નથી ખવાતું.”

આ વીડિયોને અત્યાર સુધીમાં સાડા ત્રણ લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ અંગે સેંકડો લોકોએ પ્રતિક્રિયા આપી છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે ભારતીય રેલવેના કોચમાં છોકરીઓ કેવી રીતે ડાન્સ કરી રહી છે. કેમેરો એક પછી એક બધી જ છોકરીઓ પર ફરતો રહે છે. તે ગ્રુપમાં જબરદસ્ત મૂવ્સ કરતી જોવા મળે છે. કેટલીક છોકરીઓ અપર બર્થ પર છે તો કેટલીક લોઅર બર્થ પર ડાન્સ કરી રહી છે. .

Niraj Patel