બીજી જગ્યાએ લગ્ન નક્કી થઇ ગયા તો બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ માટે બનાવવા લાગી બહાના, ના માન્યો તો ઝહેર પીવડાવી દીધુ

એક વર્ષથી હતુ રિલેશન, બ્રેકઅપ કરવા માંગતી હતી ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડને ઝહેર પીવડાવી મારી નાખ્યો, આ છે ખતરનાક ફિલ્મોને ટક્કર આપે તેવી સ્ટોરી

મહોબ્બતમાં જબરદસ્તી નથી હોતી. જ્યાં જબરદસ્તી હોય છે, ત્યાં પ્રેમ નથી હોતો. જ્યારે પ્યાર ના હોય અને જબરદસ્તી હોય તો ત્યાં અંજામ ઘણો ખરાબ થાય છે. આવું જ કંઇક હાલમાં જોવા મળ્યુ. કેરળમાં 23 વર્ષના રેડિયોલોજી સ્ટુડન્ટના મોત મામલે તિરુવનંતપુરમ પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પોલીસે જણાવ્યું કે શેરોન રાજની હત્યા તેની ગર્લફ્રેન્ડ ગરિશ્માએ કરી હતી. તેણે શેરોનને 14 ઓક્ટોબરે મળવાના બહાને ઘરે બોલાવ્યો અને પછી જ્યુસમાં જંતુનાશક ભેળવીને પીવડાવ્યું.

આ પછી શેરોન ઘરે પહોંચતા જ તેની તબિયત બગડવા લાગી. શેરોનના ભાઈને ખબર હતી કે તે ગરિશ્માના ઘરે ગયો છે, તેથી તેણે ફોન કરીને ગરિશ્માને પૂછ્યું કે ‘તે શેરોનને કંઈક ખવડાવ્યું-પીવડાવ્યુ છે ? ત્યારે ગરિશ્માએ ખોટું કહ્યું કે ના, શેરોને તેના ઘરે કંઈ ખાધુ-પીધુ નથી. ત્યારબાદ પરિવારના સભ્યો શેરોનને બેભાન અવસ્થામાં લઈને હોસ્પિટલ પહોંચ્યા. પરંતુ 11 દિવસ બાદ 25 ઓક્ટોબરે તેનું સારવાર દરમિયાન મોત થઇ ગયું. મેડિકલ રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે શેરોનનું મોત ઝેરના કારણે થયું છે.

પોલીસે જ્યારે તપાસ શરૂ કરી તો ગરિશ્માની પૂછપરછ કરવામાં આવી. તેઓને ગરિશ્માના નિવેદન પર શંકા ગઇ. પહેલા તો તે પોલીસને ગેરમાર્ગે દોરતી રહી પરંતુ 30 ઓક્ટોબરે ગરિશ્માએ પોતાનો ગુનો કબૂલી લીધો. તેણે જણાવ્યું કે તે શેરોન સાથે છેલ્લા એક વર્ષથી રિલેશનશિપમાં હતી. પરંતુ આ દરમિયાન તેના લગ્ન અન્ય જગ્યાએ નક્કી થઈ ગયા હતા. ત્યારપછી પણ બંનેનું અફેર ચાલુ જ હતું. પરંતુ લગ્નની તારીખ નજીક આવતા જ ગરિશ્મા આ સંબંધનો અંત લાવવા માંગતી હતી.

એવું કહેવામાં આવ્યું હતું કે તેણે આ મુદ્દે શેરોન સાથે પણ વાત કરી હતી, પરંતુ તે સહમત ન હતો. તેણે તેને પ્રેમથી સમજાવવાની કોશિશ પણ કરી. પરંતુ બોયફ્રેન્ડ તેને છોડવા તૈયાર ન હતો. ગરિશ્માએ કહ્યું, મેં પણ શેરોનથી દૂર થવા માટે એક બહાનું બનાવ્યું કે પંડિતે કહ્યું છે કે તેનો પહેલો પતિ મરી જશે. કારણ કે તેની કુંડળીમાં કેટલીક ખામી છે. તેમ છતાં શેરોન સંમત ન થયો. પછી તેણે શેરોનને ઘરે બોલાવી અને તેને જંતુનાશક ભેળવેલું જ્યુસ પીવડાવ્યું, જેનાથી તેનું મોત થયું. હાલ ગરિશ્માની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે આગળની કાર્યવાહી ચાલુ છે.

Shah Jina