29 વર્ષની છોકરીએ બિઝનેસમેન બૉસ જોડે કર્યા રંગરેલિયા, 10 વર્ષ મોજ કરી લીધી ને પછી

10 વર્ષ મજા કર્યા પછી એક દિવસ એવું બન્યું કે જાણીને રૂંવાટી ઉભી થઇ જશે

સોશિયલ મીડિયા ઉપર અને સમાચારોમાં ઘણા ચોંકાવનારા હત્યા કેસ સામે આવે છે, જેના ખુલાસા થતા આપણી પણ આંખો પહોળી રહી જાય છે. એવો જ એક મર્ડર કેસ દિલ્હીના આદર્શ નગરમાંથી સામે આવ્યો છે. જ્યાં પ્રેમિકાએ પોતાની માતા અને મંગેતર સાથે મળી અને પોતાના પ્રેમીની હત્યા કરી નાખી હતી.

આ સમગ્ર મામલો નોર્થ વેસ્ટ દિલ્હીના આદર્શ નગર વિસ્તારનો છે. અહીંયા પ્રેમ પ્રસંગના કારણે નિર્મમ હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મોડેલ ટાઉન વિસ્તારમાં રહેવા વાળા કારોબારી નીરજ ગુપ્તાને તેની પ્રેમિકાએ ઘરે જ મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસે હત્યાની આરોપી 29 વર્ષીય પ્રેમિકા ફૈસલ, તેની મા શાહીન નાજ અને મંગેતર જુબેરની ધરપકડ કરી લીધી છે.

નોર્થ વેસ્ટના ડીએસપી વૈજયન્તા આર્યાએ જણાવ્યું હતી કે ફૈસલ નીરજ ગુપ્તાની કર્મચારી હતી અને છેલ્લા 10 વર્ષથી બંને વચ્ચે સંબંધ ચાલી હર્યો હતો. તો બીજી તરફ નીરજ પરણિત હતો અને તેના બાળકો પણ હતા.

આ બધા વચ્ચે જ ફૈસલના ઘરવાળાઓએ તેની સગાઈ જુબેર નામના વ્યક્તિ સાથે કરી દીધી. જે નીરજને ખબર પડતા તેને ફૈસલને લગ્ન ના કરવા માટેનું જણાવ્યું હતું.

પોલીસે દ્વારા મળેલી જાણકારી પ્રમાણે દિવાળીના એક દિવસ પહેલા નિરજ ફૈસલના ઘરે ગયો હતો અને ત્યાં ફૈસલ તેની માતા શાહીન નાઝ અને જુબેર સાથે તેને લડાઇ થઇ ગઇ, ગુસ્સામાં નિરજે  ફૈસલને ધક્કો માર્યો.

આ વાત ઉપર જુબેર ગુસ્સે થયો અને નીરજના માથામાં ઇંટ મારી દીધી હતી અને પછી તેના પેટમાં ચાકૂ ઘૂસેડી દીધુ અને ગળુ કાપી નાંખ્યુ. નીરજનું મૃત્યુ થઇ જતા તેના મૃત દેહને ઠેકાણે પાડવાની યોજના બનાવવામાં આવી. આરોપીઓએ નીરજની લાશના ટુકડા કરી અને તેને એક સુટકેસની અંદર ભરી દીધા. અને ઓલા કેબ દ્વારા નિઝામુદ્દીન રેલવે સ્ટેશન લઇ ગયા.

જુબેર ટ્રેનની અંદર પેન્ટ્રીનું કામ કરે છે જેના કારણે તેને ખુબ જ સરળતાથી રાજધાની ટ્રેનમાં લાવીને દિલ્હી ગોવાની વચ્ચે ભરૂચની અંદર સૂટકેસ સમેત ફેંકી દીધા. ત્યારબાદ નીરજના મિત્ર મનદીપ મિત્તલ દ્વારા નીરજના ગુમ થવાનો રિપોર્ટ લખાવવામાં આવ્યો.

14 નવેમ્બરના રોજ મળેલી સૂચના પ્રમાણે પોલીસ દ્વારા તપાસ કરવાની શરૂ કરવામાં આવી, પરંતુ નીરજની ક્યાંય ભાળ મળી નહીં. તો નીરજ પત્ની અંચલ ગુપ્તાએ પણ 18 નવેમ્બરના રોજ આ મામલામાં ફરિયાદ દાખલ કરાવી હતી. અંચલે ફૈસલ ઉપર શંકા પણ વ્યક્ત કરી હતી.

પોલીસે જયારે આ એન્ગલથી તપાસ કરી ત્યારે આ હત્યાનું સમગ્ર રહસ્ય ખુલ્યું હતું. ત્યાર બાદ પોલીસે ફૈસલ, તેની માતા અને મંગેતર   એમ ત્રણેય લોકોની ધરપકડ કરી લીધી છે.

અને ઘટનામાં વપરાયેલા ચાકુ અને ઈંટ પણ મેળવી લીધી છે. નીરજનાં મૃત શરીરને મેળવવા માટે પોલીસની ટીમ પણ રવાના થઇ ગઈ છે.

Niraj Patel