જન્મ દિવસની પાર્ટીમાંથી પરત ફરી રહેલી માતાના હાથમાંથી સરકીને નદીમાં પડી 3 વર્ષની માસુમ બાળકી, જનેતા આંખો સામે જ વહી ગઈ.. રૂંવાડા ઉભા કરી દેનારો મામલો

3 વર્ષની દીકરીનો જન્મ દિવસ મનાવીને પરત ફરી રહ્યો હતો પરિવાર, પરંતુ કાળને કંઈક બીજું જ મંજુર હતું, સંબંધીની બાઈક ઉપર બેઠેલી માતાના હાથમાંથી છટકી ગઈ માસુમ બાળકી અને નદીમાં તણાઈ ગઈ

ગુજરાત સમેત દેશભરમાં ઘણી દુર્ઘટનાઓની ખબર સામે આવતી હોય છે, જેમાં ઘણીવાર કેટલીક દુર્ઘટનાઓનો શિકાર નાના બાળકો પણ બનતા હોય છે અને તેમાં તેમના મોત પણ થતા હોય છે. આવા ઘણા મામલા છેલ્લા થોડા સમયમાં જ સામે આવ્યા છે, ત્યારે વધુ એક મામલો હાલ ચકચારી મચાવી રહ્યો છે, જેમાં એક માતાની આંખો સામે જ 3 વર્ષની માસુમ બાળકી નદીની અંદર તણાઈ ગઈ.

આ રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાંથી. જ્યાં 8 ઓક્ટોબર શનિવારની મોડી રાત્રે ત્રણ વર્ષની માસૂમ બાળકી પરિવારજનોની નજર સામે જ યમુના નદીમાં તણાઈ ગઈ હતી. નવાઈની વાત એ છે કે તે તેનો ત્રીજો જન્મદિવસ મનાવીને તે એક સંબંધી સાથે બાઇક પર પરત ફરી રહી હતી. આ દરમિયાન સંબંધી બાઇક પર સવાર હતા અને બાળકીની મા સાથે બે બાળકો હાજર હતા.

વરસાદના કારણે આસ્કુંડા ઘાટ પાસે બાઇક સ્લીપ થઈ ગયું અને ત્રણ વર્ષની બાળકી તેના માતાના ખોળામાંથી પડી ગઈ. જેથી ત્યાં બીજા બાળકને સંબંધીએ પકડી પાડ્યો હતો. બાજુમાં આવેલી યમુના નદીના કારણે માસૂમ પડી ગઈ અને પાણીના જોરદાર પ્રવાહમાં વહેવા લાગી અને જોતા જ બાળકી ડૂબી ગઈ. આ નજારો જોઈને બાળકની માતાની હાલત ખરાબ થઇ ગઈ.

મળતી માહિતી મુજબ, શહેરના ચૌવિયા પાડા મહોલ્લામાં રહેતા નિતેશ ચતુર્વેદીની ત્રણ વર્ષની પુત્રીનો શનિવારે જન્મદિવસ હતો. નિતેશ દુબઈમાં નોકરી કરે છે અને તેની પુત્રીનો જન્મદિવસ નજીકની ધર્મશાળામાં ઉજવવામાં આવ્યો હતો. આખા પરિવારે ખૂબ જ ઉત્સાહથી જન્મ દિવસની ઉજવણી કરી પણ કોણ જાણતું હતું કે ખુશી શોકમાં બદલાઈ જશે. જન્મદિવસની ઉજવણી કર્યા બાદ નિતેશની પત્ની એક સંબંધી સાથે તેની પુત્રીને લઈને ઘરે જવા માટે બાઇક પર નીકળી હતી, પરંતુ થોડે દૂર આવેલા આસ્કુંડા ઘાટ પાસે પહોંચતા જ બાઇક બેકાબૂ થઈ ગઈ હતી.

બાઈક સ્લીપ થતાની સાથે જ રોડ ઉપર પડી ગઈ પરંતુ વરસાદના કારણે પાણીનો પ્રવાહ ખૂબ જ ઝડપી હતો. શેરીઓનું પાણી યમુના નદી તરફ વહી રહ્યું હતું અને આ પ્રવાહમાં ત્રણ વર્ષની માસૂમ વહેવા લાગી. સંબંધીઓનું કહેવું છે કે અંધકાર ઘણો હતો જેના કારણે કંઈ સમજાયું નહીં. તેમનું એમ પણ કહેવું છે કે જ્યાંથી બાઇક સ્લીપ થઈ હતી ત્યાંથી યમુના નદી માંડ 10 ફૂટ દૂર હતી. નિતેશના મિત્ર સચિન ચતુર્વેદીનું કહેવું છે કે તે હાલમાં દુબઈમાં છે. આ ઘટના બની તે સમયે ખૂબ જ અંધારું હતું અને વરસાદને કારણે આસ્કુંડા ઘાટ પર પાણીનો પ્રવાહ ઝડપી હતો. જેના કારણે બાઇક સ્લીપ થઇ ગઇ હતી અને બાળકી યમુના નદીમાં વહી ગઈ.

Niraj Patel