ભર બજારની અંદર છોકરીએ છોકરાને એક પછી એક ઝીંકી દીધા ધડાધડ લાફા, આજુબાજુ ઉભેલા લોકો પણ જોતા જ રહી ગયા જુઓ વીડિયો

બજાર વચ્ચે જ છોકરાનો કોલર પકડીને માર્યા એટલા બધા લાફા કે લોકો ગણતરી પણ ભૂલી ગયા, છોકરો બોલતો રહ્યો પણ છોકરીએ છેલ્લે સુધી… જુઓ વીડિયો

Girl slapped boy in market : આપણે ત્યા એક કહેવત છે કે “તમાશાને તેડું ના હોય !” એટલે જયારે કોઈપણ જગ્યાએ ઝઘડો ચાલુ હોય ત્યારે લોકોના ટોળા એ જોવા માટે  ઉભા થઇ જતા હોય છે.  ખાસ વાત તો એ હોય છે કે જે લોકો ટોળામાં ઉભા રહીને ઝઘડા જોતા હોય છે તેમાંથી મોટાભાગના લોકોને તો ખબર પણ નથી હોતી કે ઝઘડો કઈ વાતનો ચાલી રહ્યો છે. ત્યારે આવા ઝઘડાઓના ઘણા વીડિયો પણ વાયરલ થતા હોય છે. હાલ એક એવો જ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

છોકરીએ મારી છોકરાને થપ્પડ :

વાયરલ વીડિયોમાં છોકરા અને છોકરી વચ્ચે લડાઈ જોવા મળે છે. છોકરી તેને એટલી વાર થપ્પડ મારે છે કે લોકો ગણતરી કરવાનું ભૂલી જાય છે. આ દરમિયાન બીજી મહિલા ત્યાં આવે છે અને તેમની વચ્ચે ચાલી રહેલી લડાઈને રોકવાનો પ્રયાસ કરે છે. તે યુવતીને ઘણી વાર પૂછે છે કે શું વાત છે, તું તેને શા માટે ફટકારે છે. પરંતુ છોકરી તેની વાત સાંભળતી નથી. તે છોકરાને છેવટ સુધી મારવાનું ચાલુ રાખે છે. આ લડાઈ કોઈક માર્કેટમાં થઈ હતી.

લોકોના ટોળા જોવા ઉભા રહ્યા :

આ વીડિયોની શરૂઆતમાં જોઈ શકાય છે કે છોકરીએ એક હાથે છોકરાનો કોલર પકડી લીધો છે અને બીજા હાથથી તેને મારે છે. તેણી તેના કપડાં પકડીને તેને ખેંચે છે. આ દરમિયાન છોકરો તેને રોકવાનો પ્રયાસ કરે છે. તે કહે છે કે તે તેની પત્નીને બોલાવી રહ્યો છે, તે પહેલેથી જ પરિણીત છે. પરંતુ છોકરી તેની વાત સાંભળતી નથી, તે મારવાનું ચાલુ રાખે છે. ત્યાં હાજર લોકોનું કહેવું છે કે જો છોકરાએ કંઈક કહ્યું હોય તો ફરિયાદ કરવી જોઈએ, પરંતુ તેમ છતાં લડાઈ ચાલુ છે. વિડિયો ક્યા સ્થળનો છે તેની માહિતી આપવામાં આવી નથી.

યુઝર્સે કરી આવી પ્રતિક્રિયા :

વિડિયો X પર @gharkekalesh નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. તેને અત્યાર સુધીમાં 72 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. જ્યારે મોટી સંખ્યામાં લોકો કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. એક યુઝરે કહ્યું, ‘એવું લાગે છે કે આ છોકરા પર કોઈ બીજાનો ગુસ્સો નિકળી રહ્યો છે.’ અન્ય યુઝરે કહ્યું, ‘તે પોતાની જાતને ફટકારી રહી છે, પછી તે પૂછે છે કે તેણે મને કેવી રીતે સ્પર્શ કર્યો. મેડમ, હવે બધા સમાન છે. ત્રીજા યુઝરે કહ્યું, ‘ભાઈ, હું સહન નથી કરી શકતો.’ ચો

Niraj Patel