વિડીયો કોલિંગ ઉપર અંગ પ્રદર્શન કરતી યુવતીઓ માટે ચોંકાવનારો કિસ્સો અમદાવાદમાંથી આવ્યો સામે, વાંચીને તમે પણ હેરાન રહી જશો

કડવો અનુભવ: અમદાવાદની યુવતીને Video કોલિંગ કરી નીચેના અંગો બતાવ્યા પછી જે થયું

હાલ આધુનિકતા છેવાડા ગામડા સુધી પહોંચી ગઈ છે, આજે મોટાભાગના લોકો પાસે સ્માર્ટફોન છે, સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાના ઘણા ફાયદાઓ પણ છે તો તેના ગેરફાયદાઓ પણ અઢળક છે. આજે વિડીયો કોલિંગના માધ્યમ દ્વારા દૂર બેઠેલા સ્નેહી સ્વજન સાથે જોડાઈ શકો છો, તો વિડીયો કોલના માધ્યમથી જ પ્રેમી પંખીડાઓ વાત પણ કરતા હોય છે. પરંતુ ઘણીવાર વિડીયો કોલની અંદર અંગ પ્રદર્શન પણ કરવામાં આવતું હોય છે.

આવો જ એક કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો જ્યાં એક યુવતીને વિડીયો કોલમાં પોતાના પ્રેમીને પોતાના ગુપ્તગ બતાવવા ભારે પડી ગયા. અમદાવાદમાં રહેતી 24 વર્ષની યુવતીને છેલ્લા 10 મહિનાથી પાડોશમાં જ રહેતા એક યુવક સાથે ઇન્સ્ટાગ્રામ દ્વારા મિત્રતા થઇ હતી. ત્યારબાદ તે બંને અવાર-નવાર મળતા પણ હતા. ત્યારબાદ સપ્ટેમ્બર મહિનામાં યુવકે યુવતીને ફોન કરીને વિડીયો કોલ ઉપર વાત કરવાનું જણાવ્યું, ત્યારે યુવતીએ વાત કરવાની ના પાડતા યુવકે આત્મહત્યા કરવાની ધમકી આપી. અને યુવતીને મજબૂરીમાં વિડીયો કોલ કરવો પડ્યો.

બીજી એક સોશિયલ સાઈટ સ્નેપચેટ દ્વારા યુવતીએ યુવકને વિડીયો કોલ કર્યો આ દરમિયાન યુવકે તેની પાસે તેના ગુપ્તગો જોવાની પણ માંગણી કરી. યુવતીએ યુવક કઈ કરી બેસસે એ વિચારે અર્ધ બતાવ્યું. ત્યારબાદ થોડા દિવસો પછી યુવકની મમ્મી અને તેના નાની યુવતીના ઘરે જ સીધા લગ્નની વાત કરવા માટે આવ્યા, પરંતુ યુવતીના પરિવારજનોએ લગ્ન ના કરવાની વાત જણાવી દીધી. યુવતીએ પણ લગ્ન કરવા માટે રાજી નહોતી.

યુવતીના ના પાડતા જ યુવક આવેશમાં આવી ગયો હતો. અને યુવતીને જયારે વિડીયો કોલમાં અંગત ભાગ બતાવ્યા હતા તે તેને રોકોર્ડ કરી રાખ્યો અને અને તેને વાયરલ કરી દેવાની ધમકી પણ આપવા લાગ્યો.

સાથે તે યુવક લગ્ન કરવાની ધમકી આપીને કહેવા લાગ્યો કે જો લગ્ન ના કર્યા તો તે આત્મહત્યા કરી લેશે અને યુવતીને બદનામ કરી દેશે. ત્યારબાદ યુવતીએ પોતાના નાના સાથે મળીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

Dhruvi Pandya