7માં માળેથી કપડાં વગર નીચે પડી યુવતી, મિત્ર સાથે કરી રહી હતી પાર્ટી…હે ભગવાન, શું કળયુગ આવ્યો છે- જાણો વિગત

સોસાયટીના 7 માં માળેથી શરીર પર એક પણ કપડાં વગરની હાલતમાં નીચે પડી યુવતી, મિત્રો સાથે…જાણો વિગત

આજકાલ નું યુવાધન ક્યાં રસ્તે જાય છે તે કોઈને ખબર નથી હોતી, સોશિયલ મીડિયા અને સમાચારમાં ઘણી એવી ઘટનાઓ સામે આવે છે કે તે જોઈને આપણે  પણ હેરાન રહી જઈએ. હાલમાં જ એક એવી ઘટના સામે આવી છે જેમાં  એક યુવતી 7માં માળેથી કપડાં વગર નીચે પાડવાની ઘટના સામે આવતા ચકચારી મચી ગઈ છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

પ્રાપ્ત માહિતી અનુસાર યુપીના ગ્રેટર નોઈડાની હાઈપ્રોફાઈલ સોસાયટીમાંથી 24 વર્ષની એક યુવતી સાતમા માળેથી નીચે પડી ગઈ હતી. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. યુવતીને માથા અને ગળામાં ગંભીર ઈજાઓ થઈ છે અને તે કોમામાં છે. જાણવા મળી રહ્યું છે કે જ્યારે યુવતી ફ્લેટની બારીમાંથી નીચે પડી ત્યારે તે કપડાં વગરની હાલતમાં હતી. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી.

પોલીસે જણાવ્યું કે યુવતી પશ્ચિમ બંગાળની છે અને હરિયાણાના પાનીપતમાં રહે છે. 12 ડિસેમ્બરે યુવતી તેના મિત્રને મળવા ગ્રેટર નોઈડા આવી હતી. મધરાતના સુમારે યુવતી અચાનક સાતમા માળેથી નીચે પડી ગઈ હતી. પોલીસ દ્વારા ઈજાગ્રસ્ત યુવતીને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે યુવતી ઊંઘ અને નશાના કારણે બારીમાંથી નીચે પડી હતી.

પોલીસ અધિકારીઓનું કહેવું છે કે તેઓએ યુવતીના પરિવારજનોને જાણ કરી દીધી છે. પરંતુ આજ સુધી તે છોકરીની સંભાળ લેવા કોઈ આવ્યું નથી. યુવતીના મિત્રએ પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું કે તે યુવતીને મળતો હતો. તે જ્યારે પણ અહીં આવતી ત્યારે તેના ફ્લેટમાં જ રહેતી.

યુવતીના મિત્રએ પોલીસને જણાવ્યું કે જે દિવસે ઘટના બની તે દિવસે બંનેએ પાર્ટી કરી હતી અને મધરાતે જ્યારે યુવતી બાથરૂમમાં ગઈ અને બારીમાંથી નીચે પડી ગઈ. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. હોસ્પિટલમાં યુવતી ડોકટરોની દેખરેખ હેઠળ છે.

Niraj Patel