હવે અમદાવાદ મેટ્રો પણ બન્યું રીલનું હબ, ચણિયાચોળી પહેરીને આ યુવતી મેટ્રો સ્ટેશન પર અને ટ્રેનમાં ગરબે ઘૂમી, વીડિયો થયો વાયરલ, જુઓ
Girl performed garba in Ahmedabad Metro : સોશિયલ મીડિયામાં મેટ્રો થતી ઘણી ઘટનાઓના વીડિયો સતત વાયરલ થતા હોય છે, તેમાં પણ દિલ્હી મેટ્રોના વીડિયોએ તો ચર્ચાનો માહોલ ગરમ કરી દીધો છે. કોઈ મેટ્રોમાં અશ્લીલ હરકતો કરતું હોય છે તો કોઈ ડાન્સ કરતું હોય છે અને ઘણા લોકો રીલ બનાવવા માટે મેટ્રોમાં એવું એવું કરતા હોય છે કે તે ચર્ચામાં આવી જાય છે. ત્યારે હવે દિલ્હી બાદ અમદાવાદની મેટ્રો પણ ચર્ચાનો વિષય બની છે. મેટ્રોમાં એક યુવતીનો ગરબા કરતો વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે.
મેટ્રોમાં કર્યા ગરબા :
વાયરલ થઈ રહેલો વીડિયો garbaqueen_riyaના એકાઉન્ટ પરથી ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. યુવતીનું નામ રિયા આઈસનર છે. વીડિયો પોસ્ટ કરતી વખતે યુવતીએ લખ્યું કે “ગુજ્જુ ગમે ત્યા અને ગમે ત્યારે ગરબા કરી શકે છે.” વીડિયોમાં તમે એ પણ જોઈ શકો છો કે છોકરી ગરબા કરવા માટે સંપૂર્ણ એથનિક આઉટફિટમાં જોવા મળી રહી છે અને તેઅમદાવાદ ની મેટ્રોમાં ગરબા કરવા માટે આવે છે.
ચણિયાચોળી પહેરીને આવી હતી યુવતી :
ચણિયાચોળી પહેરીની યુવતી મેટ્રો સ્ટેશન પર આવે છે અને ત્યાંથી જ તે ગરબા કરવાનું શરૂ કરે છે, જેના બાદ તે મેટ્રોની અંદર પણ ગરબાની રમઝટ જમાવે છે અને મેટ્રોમાં બેઠેલા પેસેન્જર પણ તેને જ જોયા કરે છે. આ દરમિયાન યુવતીના ચહેરા પર જરા પણ ગભરામણ નથી જોવા મળી રહી અને આ દરમિયાન તેના આ ગરબા જોઈને ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
View this post on Instagram
લોકોએ આપ્યા આવા પ્રતિભાવ :
ત્યારે હાલ સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. કેટલાક યુઝર્સ મેટ્રોમાં ડર્યા વગર ગરબા કરવા બદલ યુવતીના વખાણ કરી રહ્યા છે. તો કેટલાક લોકો યુવતીના આ કૃત્ય પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. યુઝર્સનું કહેવું છે કે મેટ્રોમાં આ રીતે ડાન્સ કરવાથી અન્ય મુસાફરોને અસુવિધા થાય છે. આવા લોકોએ ટ્રાન્સપોર્ટને પણ મચક ન આપી.