સ્વસ્થ માટે વોકિંગ પર નીકળેલી માસુમ યુવતીનું રસ્તા પર જ થયું મોત, BRTS થી ચુપચાપ આઘા જ રહેજો નહિ તો….
ગુજરાતમાંથી ઘણીવાર BRTS બસની અડફેટે મોત થયા હોવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે, જેમાં ઘણીવાર ચાલકનું ગફલતભરી રીતે બસ ચલાવવાનું અથવા તો બસની બ્રેકની ખામી કે પછી અન્ય કારણ હોય છે. આવા અકસ્માતમાં અનેક લોકોને જીવ ગુમાવવાનો પણ વારો આવતો હોય છે, ત્યારે હાલમાં અમદાવાદમાંથી BRTS બસની અડફેટે એક યુવતિનું મોત થયુ હોવાનું સામે આવ્યુ છે.
નરોડા પાટિયા પાસે આ ઘટના બની છે. BRTS બસે રિવર્સ લેતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યુ છે. મળતી માહિતી અનુસાર, પ્રાચી રામચંદણી મોર્નિંગ વોક પર નીકળી હતી અને આ દરમિયાન BRTS બસ રિવર્સ લઇ રહી હતી અને ત્યારે જ તે અડફેટે આવી જતા તેનું મોત નિપજ્યું હતુ. BRTS બસ સ્ટોપ આગળ જ બસ રિવર્સ લેતા પ્રાચી કચડાઇ ગઇ હતી.

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ અમદાવાદ જનમાર્ગ લિમિટેડ સંચાલિત BRTS બસના ડ્રાઈવરો સવારથી હડતાળ પર ઉતર્યા હતા અને ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટ બેઝ ડ્રાઈવરોની બોનસ તેમજ પગાર વધારાની માગને લઈને હડતાળ પર ઉતરતા સવારે પૂર્વ વિસ્તારમાં બસ સેવાને આંશિક અસર થઈ હતી. આ હડતાળમાં 50 જેટલા ડ્રાઈવરો ઉતર્યા હતા અને કોન્ટ્રાક્ટ કંપનીને તાત્કાલિક બીજા ડ્રાઈવરો મૂકી બસ શરૂ કરવા જાણ કરવામાં આવી હતી.