મોત કેન્સર બનીને આવીને ઉભું છે માથે, છતાં પણ આ યુવતીની જિંદગી જીવવાની તમન્ના તમારી આંખોમાં પણ આંસુઓ લાવી દેશે… જુઓ તસવીરો

કેન્સર સામે જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલી આ યુવતીએ બનાવ્યું પોતાની ઈચ્છાઓનું લિસ્ટ, લોકો પણ કરી રહ્યા છે મદદ, જુઓ કેવા છે તેના સપના…ભાવુક કરી દેનારી કહાની

જીવન અને મૃત્યુ ઉપરવાળાના હાથમાં હોય છે. પરંતુ કેટલીક બીમારીઓ એવી પણ હોય છે જે માણસને જીવતે જીવંત મૃત્યુનો આભાસ કરાવી દેતી હોય છે. એવી જ એક બીમારી છે કેન્સર. જેમાં સપડાયેલું વ્યક્તિ ધીમે ધીમે મોતને ભેટતું હોય છે. ઘણા કિસ્સાઓમાં કેન્સર સામે લડીને કેટલાય લોકો જીવી જતા હોય છે. પરંતુ જયારે આવા કેન્સર પીડિતોની કહાની સામે આવે છે ત્યારે કોઈની આંખોમાં પણ આંસુઓ આવી જાય. (Image Credit: Alisi Jack Kaufusi/Instagram)

આજે અમે તમને એવી જ એક કેન્સર પીડિત યુવતીની કહાની જણાવીશું. જેને જાણીને તમારી આંખો પણ ભરાઈ આવશે. 30 વર્ષીય કેન્સર સર્વાઈવર તેના સપના, અનુભવો અને ધ્યેયોની ભાવનાત્મક યાદી શેર કરી છે. તેને જણાવ્યું કે તે ‘છેલ્લા સમયમાં’ શું કરવા માંગે છે. તેના માટે આ બધી વસ્તુઓની યાદી બનાવવી ખૂબ જ મુશ્કેલ હતું કારણ કે તે કેન્સરના સ્ટેજ 4 પર પહોંચી ગઈ છે.

લોકો આ છોકરીને તેના સપના પૂરા કરવામાં મદદ કરવા માટે ફંડ એકત્ર કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 13 લાખથી વધુ રૂપિયા એકઠા થયા છે. ધ મિરર અનુસાર એલિસી જેક-કૌફુસીને 24 વર્ષની ઉંમરે સ્ટેજ-3 અંડાશયના કેન્સરનું નિદાન થયું હતું. ત્યારથી તે શસ્ત્રક્રિયા અને કીમોથેરાપી દ્વારા રોગ સામે લડી રહી છે. એલિસ મૂળ ન્યુઝીલેન્ડની છે. હાલમાં તે ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં રહે છે.

તેને કહેવામાં આવ્યું છે કે તે હવે કેન્સરના સ્ટેજ 4 માં છે. આ જાણ્યા પછી પણ એલિસીએ ખૂબ જ મજબૂતી સાથે કામ કર્યું. એક યોદ્ધાની જેમ તેણે પોતાની જાતને સંભાળી અને સંજોગો સામે લડવાનું ચાલુ રાખ્યું. તાજેતરમાં એલિસીએ પોતાની ‘ટાઇમલેસ’ નામની એક યાદી બનાવી છે, જેમાં તેણે ઘણી ઇચ્છાઓ વ્યક્ત કરી છે. આમાં ઉત્તરીય લાઇટ્સ જોવા અને હવાઈ રાજ્યની મુસાફરીનો સમાવેશ થાય છે.

એલિસીનું એક સ્વપ્ન બ્રિસ્બેન ઉપર હેલિકોપ્ટર રાઈડ કરવાનું છે. તે અમેરિકન સિંગર બેયોન્સના લાઇવ કોન્સર્ટમાં પણ ભાગ લેવા માંગે છે. આ સિવાય ગ્રેટ પિરામિડ જોવાની પણ ઈચ્છા છે. તે કહે છે “આ બધી વસ્તુઓની યાદી બનાવવી ઘણી મુશ્કેલ હતી. આમ કરતી વખતે દબાણ લાગ્યું. જોકે હવે હું મારી દિશામાં જઈ રહી છું.”

સોશિયલ મીડિયા પર બહાદુરીથી પોતાની સ્ટોરી શેર કરનાર એલિસી કહે છે કે “કીમોથેરાપીના કારણે મારી લિસ્ટમાંથી કેટલીક વસ્તુઓ પસંદ કરવી થોડી મુશ્કેલ બની ગઈ છે.” તે જાણે છે કે તેની પાસે સમય ઓછો અને સપના વધુ છે. પરંતુ તે જીવનની દરેક ક્ષણને સંપૂર્ણ રીતે જીવવા માંગે છે. અલીસીની આ ભાવના લોકોને પ્રેરણા આપી રહી છે. યુઝર્સ તેના જુસ્સાને સલામ કરી રહ્યા છે.

એલિસીની મિત્ર ટ્રેસી ઝુબેર તેના સપના પૂરા કરવા માટે પૈસા એકઠા કરી રહી છે. તેણે ફંડ કલેક્શન માટે GoFundMe પેજ બનાવ્યું છે. આના પર અત્યાર સુધીમાં 13 લાખ રૂપિયાથી વધુનું ફંડ એકત્ર કરવામાં આવ્યું છે. ટ્રેસી કહે છે- એલિસી ક્યારેય લડ્યા વિના હાર માનશે નહીં. તે લોકોને કેન્સર વિશે પણ જાગૃત કરી રહી છે. તબીબો તેમની સારવારમાં લાગેલા છે.

Niraj Patel