ખબર

મંગેતર સાથે શરીર સુખ માણવું યુવતિને પડ્યું ભારે, અચાનક યુવતી હોસ્પિટલ ભેગી થઇ અને ત્યાં મરી ગઈ

સગાઇ પછી મંગેતર સાથે યુવતિ શરીરસુખ માણતી હતી અને અચાનક યુવતીનું થયું મૃત્યુ- કારણ જાણીને હચમચી જશો

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી એક હેરાન કરી દેનારો મામલો સામે આવ્યો છે. અહીં સગાઇ બાદ યુુવતિને તેના મંગેતર સાથે સંબંધ બનાવવો એટલો ભારે પડી ગયો કે તેનો જીવ જતો રહ્યો. આ દરમિયાન યુવતિને વધારે બ્લીડિંગ થઇ ગયુ હતુ, જેને કારણે તેની મોત  થઇ ગઇ. જો કે, મર્યા પહેલા યુવતિએ તેના મંગેતર વિરૂદ્ધ કોઇ નિવેદન આપ્યુ નથી. કારણ કે તેની મોત થઇ ચૂકી હતી. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

આ માટે મંગેતરને પોલિસ હિરાસતમાં લેવામાં આવ્યો છે. પોલિસે જણાવ્યુ કે, રવિવારે રાત્રે લગભગ 2 વાગ્યે સારવાર દરમિયાન એક પ્રાઇવેટ હોસ્પિટલમાં દમ તોડી દીધો. હોસ્પિટલની સૂચના પર પહોંચેલી પોલિસે FIR દાખલ કરી તપાસ શરૂ કરી દીધી છે. પોલિસની શરૂઆતી તપાસમાં ખબર પડી છે કે 28 વર્ષિય  યુવતિ મંડીદીપની રહેવાસી હતી. પોલિસ અનુસાર કેટલાક સમય પહેલા જ યુવતિની સગાઇ થઇ હતી.

તેમજ કેટલાક મહિના બાદ તેેના લગ્ન પણ થવાના હતા. 5 સપ્ટેમ્બરના રોજ યુવતિ તેના મંગેતરને મળવા ભોપાલ આવી હતી. મંગેતર હોટલમાં કામ કરે છે. તે સાંજે બંનેએ પોતાની મરજીથી સંબંધ બનાવ્યા હતા, પરંતુ તે દરમિયાન યુવતિને બ્લીડિંગ શરૂ થઇ ગયુ હતુ. યુવતિએ ઘણીવાર સુધી બ્લીડિંગ રોકાવવાની રાહ જોઇ પરંતુ તે ન રોકાયુ. તે બાદ તેનો મંગેતર હોસ્પિટલ લઇને ગયો હતો.

ડોક્ટરોના ઘણા પ્રયાસો બાદ પણ તેનું બ્લીડિંગ રોકાયુ નહિ. તેને કારણે તેની મોત થઇ ગઇ. યુવતિએ મોત પહેલા મંગેતર વિરૂદ્ધ કોઇ નિવેદન આપ્યુ નથી. હાલ તો આ મામલે પોલિસ તપાસ કરી રહી છે. મામલો ગંભીર છે. આ માટે પોલિસની એક ટીમ બધી રીતે તપાસ કરી રહી છે. પોસ્ટમોર્ટમ બાદ જ મોતના વાસ્તવિક કારણોની તપાસ કરી રહી છે.