આ યુવતીએ ભગવાન શ્રી કૃષ્ણ સાથે કર્યા લગ્ન, હાથમાં મૂર્તિ લઈને ફર્યા સાત ફેરા, જાણો કેવી રીતે ભગવાનને જ બનાવી દીધા જમાઈ ?

આ એક કારણને લઈને યુવતીએ નક્કી કર્યું કે તે ભગવાન શ્રી કૃષ્ણ સાથે લગ્ન કરશે.. પરિવારે પણ સંપૂર્ણ વિધિ વિધાન સાથે સંબંધીઓની હાજરીમાં ભગવાન સાથે લેવડાવ્યા સાત ફેરા.. જુઓ તસવીરો

હાલ દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને લગ્નના આ માહોલ વચ્ચે ઘણા બધા એવા લગ્નની ખબરો પણ સામે આવતી હોય છે જેને જોઈને હેરાની પણ થતી હોય છે. ઘણા સમલૈંગિક લગ્ન પણ સતત ચર્ચામાં આવતા હોય છે. પરંતુ હાલ એવા લગ્ન સામે આવ્યા છે જેને દેશભરમાં ચર્ચાનો માહોલ ગરમ કર્યો છે. કારણ કે એક યુવતીએ કોઈ પુરુષ અથવા મહિલા સાથે નહિ પરંતુ ઈશ્વર સાથે લગ્ન કર્યા છે.

આ અનોખી લગ્નની કહાની સામે આવી છે ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાંથી. જ્યાં એક છોકરીના લગ્ન મનુષ્યને બદલે ભગવાન સાથે થયા છે. આ 30 વર્ષની છોકરીએ નક્કી કર્યું હતું કે તે શ્રી કૃષ્ણ સાથે જ લગ્ન કરશે. આ મામલો ઔરૈયાના બિધુનાનો છે. જ્યાં 30 વર્ષની રક્ષાએ માતા-પિતાની મંજૂરીથી ભગવાન કૃષ્ણ સાથે લગ્ન કર્યા હતા.

લગ્નમાં તમામ સંબંધીઓ હાજર રહ્યા હતા અને પંડિતજીએ પણ યુવતી અને ભગવાન કૃષ્ણ સાથે તમામ રીત રિવાજો પ્રમાણે લગ્ન કરાવ્યા હતા. રક્ષાએ એમએનો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને હાલમાં તે એલએલબી કરી રહી છે. તેને બાળપણથી જ શ્રી કૃષ્ણ પ્રત્યે વિશેષ લગાવ હતો. તેના પરિવારજનો ઇચ્છતા હતા કે તેના જલ્દી લગ્ન થાય અને તેઓ વારંવાર તેને લગ્ન કરવા માટે કહી રહ્યા હતા.

એક દિવસ રક્ષાએ કહ્યું કે ભગવાન કૃષ્ણ પોતે તેના સ્વપ્નમાં દેખાયા હતા અને તેને પોતાનો પતિ માનીને માળા પહેરાવી હતી. આ સ્વપ્ન પછી જ રક્ષાએ નક્કી કર્યું કે તે ભગવાન શ્રી કૃષ્ણને તેના પતિ તરીકે પસંદ કરશે. માતા-પિતાને ખૂબ સમજાવ્યા પછી રક્ષાની આ ઈચ્છા પૂરી થઈ. આ પહેલીવાર નથી જ્યારે કોઈ છોકરીએ ભગવાન સાથે લગ્ન કર્યા હોય. થોડા મહિના પહેલા જયપુરમાં પણ એક યુવતીએ ભગવાન રામ સાથે લગ્ન કર્યા હતા.

Niraj Patel