જન્મ દિવસની ઉજવણી કરવામાં ભાન ભૂલી આ યુવતી, ડાન્સ કરતા કરતા હાથમાં બંદૂક લઈને કર્યું ફાયરિંગ અને…

જન્મદિવસની ઉજવણીમાં આ યુવતી બંદૂક કાઢી હોશિયારી મારવા ગઈ પણ…

દરેક વ્યક્તિ પોતાના જન્મ દિવસને ખાસ બનાવવા માંગતું હોય છે, ઘણા લોકો જન્મ દિવસની ઉજવણી કરવા માટે ખાસ પાર્ટીનું આયોજન કરતા હોય છે, ઘણીવાર આવી પાર્ટીઓ ચર્ચાનો વિષય પણ બનતી હોય છે. હાલ એવી જ એક જન્મ દિવસની પાર્ટી ચર્ચાનો વિષય બની છે. જેમાં એક યુવતી ડાન્સ કરતા કરતા ફાયરિંગ કરી રહી છે.

આ મામલો છે ઉત્તર પ્રદેશના મુજ્જફરનગરનો. જ્યાં કથિત રીતે જન્મ દિવસની પાર્ટીની ઉજવણી કરવા દરમિયાન એક યુવતી દ્વારા ગોળી ચલાવવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોની અંદર યુવતી ડાન્સ કરતી જોવા મળી રહી છે અને તેના બેકગ્રાઉન્ડમાં જોરદાર સંગીત પણ વાગી રહ્યું છે.

ડાન્સ કરતા કરતા યુવતી બંદૂક હાથમાં લઈને ઉપર ઉઠાવે છે અને ગોળી ચલાવે છે. એટલું જ નહિ તે ફાયરિંગ કર્યા બાદ પણ ડાન્સ કરતી રહે છે. વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે આ યુવતી સાથે એક પુરુષ પણ છે જે ચોખ્ખો નથી દેખાઈ રહ્યો. ફાયરિંગની આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ પોલીસે પગલાં ઉઠાવ્યા.

આ મામલામાં પોલીસે કેસ દાખલ કરી લીધો. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું કે સંબંધિત કલમો અંતર્ગત મામલો દાખલ કરી લેવામાં આવ્યો છે અને આ મામલામાં સામેલ લોકો સામે કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. આ વીડિયોને એક ટ્વીટર યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો હતો.

જેને કેપશનમાં લખ્યું હતું કે, “નગર પોલીસ સ્ટેશન વિસ્તારના રામ લીલા ટિલ્લા નિવાસી યુવક આકાશ દાહરીયા અને તેની બહેનનો ફાયરિંગનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.” ટ્વીટર યુઝર્સ દ્વારા આ વીડિયોમાં મુજ્જફરનગર પોલીસ, યુપી પોલીસ અને યુપી ડીજીપીને ટેગ કરવામાં આવ્યા હતા.

આ વ્યક્તિની ફરિયાદ બાદ મુજ્જફરનગર પોલીસે ટ્વીટર ઉપર જ જવાબ આપી દીધો હતો અને જણાવ્યું હતું કે “સંબંધિત પ્રકરણમાં પોલીસ સ્ટેશન નગર પર સુસંગત ધારાઓમાં અભિયોગ દાખલ છે. અગ્રીમ વિધિક કાર્યવાહી પ્રચલિત છે.”તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશમાં આવી ઘટનાઓ બનતી રહે છે અને તેમાં ઘણા લોકોના જીવ પણ ચાલ્યા જાય છે.

Niraj Patel