27 વર્ષની રવિનાએ આત્મહત્યા પહેલા લખ્યુ કે, સોરી પપ્પા મને માફ કરજો, હું કોઈને મોઢું નથી બતાવી શકતી, મારી મોત પાછળ….
ગુજરાતમાંથી અવાર નવાર આત્મહત્યાના કિસ્સાઓ સામે આવે છે. કેટલીકવાર પ્રેમ સંબંધમાં લોકો આપઘાત જેવું પગલુ ભરતા હોય છે, તો કેટલીકવાર શારીરિક-માનસિક તણાવને કારણે આપઘાત કરતા હોય છે. ત્યારે હાલમાં ભાવનગરના ગારીયાધારના ઠાસા ગામમાં રહેતી એક યુવતીના આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે.
યુવતિએ તેના ગામમાં રહેતા યુવકના ત્રાસથી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવતા ચકચારી મચી ગઇ છે. યુવતીએ આત્મહત્યા કરતા પહેલા સુસાઇડ નોટ લખી હતી, જે બાદ પોલીસે યુવાન વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગારીયાધારના ઠાસા ગામની 27 વર્ષિય રવિના કાનાણીએ બે દિવસ પહેલા તેના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

મૃતકે આપઘાત પહેલા 2 ચીઠી લખી હતી, જેમાં ગામમાં રહેતો સચિન વોરા બ્લેકમેલ કરી તેને ઘણીવાર હેરાન કરતો હોવાનું અને તેને ફોનમાં મેસેજ કરતો હોવાનો ઉલ્લેખ હતો. આ યુવકના ત્રાસથી જ કંટાળી રવિનાએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. આ મામલે રવિનાના પિતા રામજીભાઈ કાનાણીએ દીકરીને ત્રાસ આપી મરવા મજબૂત કરી હોવાની ફરિયાદ નોંધાવ્યા બાદ ગારીયાધાર પોલીસે સચિન સામે ગુનો નોંધ્યો હતો અને તેની ધરપકડ કરી હતી.

સુસાઇડ નોટમાં રવિનાએ લખ્યુ હતુ કે, તે આ આત્મહત્યા છે તે ઘરના કોઈ દબાણથી નથી કરતી પણ સચિન વોરા મને હેરાન કરે છે, એના કારણે કરે છે. તેણે નોટમાં એવું લખ્યુ હતુ કે સચિન તેને અને તેના પરિવારને બ્લેકમેલ કરે છે. પેહલા જે પણ હતુ એ તેણે ના પાડી દીધી હોવા છત્તાં તે ફોટાથી બ્લેકમેલ કરતો અને ખરાબ મેસેજ કરતો. તે ચીમકી પણ આપતો અને ના બોલવાની ગાળો પણ બોલતો હતો.
તેણે નોટમાં વધુમાં લખ્યુ હતુ કે, મારા પરિવારને ખબર પડ્યા બાદ બે મહિનાથી બધાને સમજાવે છે, પણ એના ઘરના પણ કોઈ માનતા નથી અને બ્લેકમેલ કરે છે. સચિન રવિનાને રોજ ફોન અને મેસેજ કરતો અને તેના ઘરના બધાના ફોનમાં ફોટા મોકલતો. તે બંનેના ફોટાથી બ્લેકમેલ કરતો અને ભાઈના ફોનમાં પણ ફોટા મોકલતો.

જેના કારણે રવિનાએ આત્મહત્યા કરતી હોવાનું નોટમાં લખ્યુ હતુ. તેણે આગળ લખ્યુ હતુ કે, એના પપ્પાને અને કેશુભાઈ બંને મને પૂછવા આવ્યા હતા કે તારી ઈચ્છા છે તો મેં ના પાડી હતી કે મારી લગ્ન કરવાની કોઈ ઈચ્છા નથી. રવિનાના પિતાએ પણ વારંવાર તેમને સમજાવ્યા પણ કોઈ સમજવા તૈયાર નથી. સચિનના લેપટોપ, ફોન અને પેન ડ્રાઇવમાં વીડિયો રેકોર્ડિંગ, ફોટા બધું છે, જેનાથી તે રવિનાને બ્લેકમેલ કરે છે. રવિનાએ છેલ્લે લખ્યુ હતુ કે, સોરી પપ્પા મને માફ કરજો, હું આ પગલું તમને પૂછ્યા વગર ભરું છું પણ આ બ્લેકમેલથી હું કોઈને મોઢું નથી બતાવી શકતી.