કોલેજની ફેરવેલ પાર્ટીમાં આ યુવતીએ “ચોલી કે પીછે ક્યાં હે…” ગીત પર કર્યો એવો જબરદસ્ત ડાન્સ કે લોકો મોઢું ફાડીને જોતા જ રહી ગયા… જુઓ વીડિયો

કોલેજના સ્ટેજ પર આ છોકરીએ ડાન્સ કરીને લગાવી દીધી જબરદસ્ત આગ, એવા ડાન્સ મૂવ્સ આપ્યા કે છોકરાઓ પણ હો હા કરવા લાગ્યા… જુઓ વીડિયો

Girl Dance on ‘Choli Ke Peeche Kya Hai’ : સોશિયલ મીડિયામાં રોજ અલગ અલગ ઘટનાઓના વીડિયો વાયરલ થતા હોય છે. તેમાં પણ ડાન્સ વીડિયો જોવાનું લોકો ખુબ જ પસંદ કરતા હોય છે. વળી આજે બોલીવુડના જુના ગીતો પર પણ લોકો ડાન્સ કરીને ધમાલ મચાવતા હોય છે. ત્યારે  ખલનાયક ફિલ્મના ગીત “ચોલી કે પીછે ક્યા હૈ…”નો ક્રેઝ આજે પણ ઓછો થયો નથી. જ્યારે આ ગીત ગમે ત્યાં વાગવા લાગે છે ત્યારે લોકો ઉત્સાહિત થઈ જાય છે.

આ ગીત પર કોલેજની એક યુવતીએ ફેરવેલ માટે પર ડાન્સ કર્યો હતો અને તેણે તેના અદ્ભુત મૂવ્સ અને એક્સપ્રેશનથી બધાને દિવાના બનાવી દીધા. વાયરલ વીડિયો જોઈને તમને તમારી નજર દૂર કરવાનું મન નહિ થાય. આ વીડિયો કનિકાએ (@_kanikagopal) પોતે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. આ એ જ છોકરી છે જેનો ડાન્સ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

3 એપ્રિલના રોજ શેર કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકોએ લાઈક કર્યો છે. આ ક્લિપ કોલેજના ફંક્શન દરમિયાન શૂટ કરવામાં આવી હોવાનું જણાય છે. તેમાં, લાલ સાડીમાં એક છોકરી 1993ની બોલિવૂડ ફિલ્મ ખલનાયકના સુપરહિટ ગીત ‘ચોલી કે પીછે ક્યા હૈ’ પર ડાન્સ કરતી જોઈ શકાય છે. તેણે એવો દમદાર ડાન્સ કર્યો છે કે પરફોર્મન્સ શરૂ થતાં જ ઓડિટોરિયમમાં બેઠેલા લોકો ઉછળી પડે છે.

 

View this post on Instagram

 

A post shared by Kanika (@_kanikagopal)

છોકરીની સ્ટાઈલ અને લટકા-ઝટકા જોઈને આખો હોલ ધૂમ મચાવવા લાગે છે. ખાસ વાત એ છે કે છોકરીઓ આ વાયરલ વીડિયોમાં ઘણો રસ લઈ રહી છે અને કમેન્ટ્સ દ્વારા અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહી છે. એકે લખ્યું “આટલો હોટ ડાન્સ, કેવી રીતે?” બીજાએ લખ્યું  “સુંદર સાડી, ઉત્તમ નૃત્ય, સ્ટેજ પર લાગેલી આગ અને શું બાકી છે?”

Niraj Patel