જંગલ કી શેરની! ખૂંખાર સિંહણની પૂછડી પકડીને ફરવા નિકળી આ છોકરી, જુઓ Video

6 ડાલામથ્થા સિંહણ સાથે જંગલમાં ફરી રહી હતી આ છોકરી અને પછી… જુઓ વીડિયોમાં

સિંહનું નામ સાંભળતા જ લોકોને પરસેવો ચડી જાય છે.કારણ કે સિંહ એક શિકારી પ્રાણી છે અને પળવારમાં કોઈની જિંદગી ખતમ કરી નાખે છે. તેથી જ લોકો સિંહને દૂરથી જોવાનું પસંદ કરે છે. જંગલના પશુઓથી માનવીઓ પણ ડરે છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ધરતી પર કેટલાક એવા પણ કાળામાથાના માનવી છે જે સિંહથી ડરતા નથી અને તેમની સાથે એક મિત્રની જેમ હરે ફરે છે.

હાલમાં એક છોકરીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેને જોઈને દરેક લોકો હેરાન થઈ ગયા છે. આ વીડિયોની ખાસ વાત એ છે કે તે 6 ખૂંખાર સિંહ સાથે જંગલમાં ફરી રહી છે. જંગલનો રાજા પણ તેની ઉપર હુમલો કરતો નથી. એક સિંહની પુછડી પકડીને મહિલા ચાલી રહી છે. જેમણે પણ આ વીડિયો જોયો તે દંગ રહી ગયો.

આ છોકરી સિંહ સાથે જંગલમાં એવી રીતે ફરી રહી છે જાણે કોઈ ગાય ભેંસ સાથે ખેતરમાં ફરી રહી હોય. આગળ સિંહનું ટોળુ અને પાછળ આ છોકરી બિંદાસ રીતે જંગલમાં ફરી રહી છે. છોકરીના હાવભાવ જોઈને લાગે છે કે તેને સિંહનો ડર નથી. તો બીજી તરફ સિંહ પણ તેની તરફ કોઈ પ્રતિક્રિયા આપતા નથી જાણે તેના માલિકની સાથે ફરવા નીકળ્યા હોય તેમ લાગી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by SAFARI GALLERY 🦁 (@safarigallery)

જ્યારે આ છોકરી સિંહની પૂછડી પકડે છે ત્યારે સિંહ કોઈ પ્રતિક્રિયા આપતો નથી અને તેની મસ્તીમાં ચાલ્યો જાય છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર safarigallery નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોને જોઈને લોકો છોકરીને જંગલની શેરની કરી રહ્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજારો લાઈક મળી ગઈ છે. લોકો તેની ખુબ પ્રશંસા પણ કરી રહ્યા છે.

થોડા દિવસ પહેલા કુવૈતમાંથી પણ એક ઘટના સમયે આવી હતી. જ્યાં એક પરિવારે સિંહને પાળ્યો હતો, પરંતુ અચાનક કોઈ કારણસર તે ઘરમાંથી બહાર ભાગી જાય છે. ત્યારબાદ સિંહનો માલિક ચિંતામાં મુકાય જાય છે અને આ વાતની જાણકારી તાત્કાલિક પોલીસને કરે છે. પોલીસ અને સિંહનો માલિક બંને મોડી રાત્રે શહેરમાં સિંહને શોધવા નિકળી પડે છે. બધા અલગ અલગ વિસ્તારમાં શોધવા નિકળી પડે છે.

આ દરમિયાન કેટલાક લોકો સિંહને જુએ છે અને ગભરાઈ જાય છે ત્યાં જ એક છોકરી આવે છે અને તે સિંહને તેના હાથથી ઉપાડીને પોતાની સાથે ઘરે લઈ જાય છે. સિંહ ગાયબ થવાની ઘટનાની જાણ કુવૈત મિનિસ્ટ્રી ઓફ ઈન્ટિરિયરને પણ કરવામાં આવી હતી. જો કે પોલીસ પહેલા જ તેની માલકીનને સિંહને પકડી લીધો અને પોતાના ઘરે લઈ ગયા. જણાવી દઈએ કે આ પહેલા પણ કુવૈતમાં આવી ઘટના સામે આવી ચુકી છે.

YC