હાથણનું દૂધ પીવા જતી 3 વર્ષની હર્ષિતાનો વીડિયો થયો વાયરલ, હાથણ સાથે તેની મિત્રતા છે ખુબ જ ગાઢ, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા ઉપર રોજ હજારો વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયો એવા પણ હોય છે જે જોઈને આપણા પણ હોશ ઉડી જાય, તો ઘણા વીડિયોને વારંવાર જોવાનું મન થતું હોય છે. ખાસ કરીને લોકોને પ્રાણીઓને લગતા વીડિયો જોવાનું ખુબ જ પસંદ હોય છે. પ્રાણીઓ અને માણસની મિત્રતા પણ સદીઓ જૂની છે અને ઘણા ખૂંખાર પ્રાણીઓ પણ માણસો સાથે મિત્રતા કરી લેતા હોવાનું સોશિયલ મીડિયામાં જોવા મળતું હોય છે.

હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક 3 વર્ષની બાળકી અને હાથણની મિત્રતા જોવા મળી રહી છે. મોટાભાગના લોકો વિશાળકાય હાથી કે હાથણ પાસે જતા પણ ડરતા હોય છે, ત્યાં આ 3 વર્ષની બાળકી હાથણ પાસે જઈને તેનું દૂધ પીવાનો પણ પ્રયત્ન કરતી જોવા મળે છે.

ઇન્ટરનેટ પર વાયરલ થયેલો આ વીડિયો આસામના ગોલાઘાટ જિલ્લાનો છે. જ્યાં હર્ષિતા બોરા નામની 3 વર્ષની માસૂમ બાળકી આંગણામાં હાથી સાથે રમી રહી છે અને તેનું દૂધ પીવાનો પ્રયાસ કરી રહી છે. રમતી વખતે હર્ષિતા ક્યારેક હાથીને સ્નેહ કરે છે. કેટલીકવાર તે તેની પાછળ ચાલે છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે તેની સૂંઢ ગળે લગાવી રહી છે અને ચુંબન કરી રહી છે. હાથણ પણ તેની સૂંઢથી બાળકીને રમાડે છે.

હાથણની સાથી છોકરીનો આ વીડિયો જોઈને યુઝર્સે સોશિયલ મીડિયા પર ઘણી સારી કમેન્ટ્સ કરી છે. નિર્દોષ હર્ષિતા આ હાથણને પ્રેમથી બીનુ કહે છે. તેને કેળા ખાવાનું પસંદ છે. નિઃસ્વાર્થ મા-બાળકના પ્રેમ જેવું અદ્ભુત બંધન. માણસો પાસેથી ઘણું શીખવા જેવું છે. જણાવી દઈએ કે ગોલાઘાટ જિલ્લો હાથીઓ માટે પ્રખ્યાત છે.

Niraj Patel