ક્લાસમાં ટીચરની ગેરહાજરીમાં વિદ્યાર્થીનીઓ એવું કામ કરવા લાગી કે કેમેરામાં જે કેદ થયું તે જોઈને…

સોશિયલ મીડિયા પર કયારે અને શું વાયરલ થઇ જાય તેની ખબર જ નથી પડતી. આજ-કાલ લોકો મોડલિંગમાં પોતાનું કરિયર બનાવી રહ્યા છે. મોડલિંગ સાથે જોડાયેલા લોકો ફેશનને ઘણુ મહત્વ આપે છે. ત્યાં મોડલિંગ માટે કેટલાક લોકો નાની ઉંમરમાંથી શરૂઆત કરી દે છે. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેને જોઇને તમને મજા આવી જશે. આ વીડિયોમાં કેટલીક છોકરીઓ ક્લાસરૂમમાં જ મોડલિંગ કરી રહી છે.

આ દરમિયાન કંઇક એવું થાય છે કે, એક છોકરી જમીન પર ધડામ દઇને પડી જાય છે. આ જોઇને લોકોને મજા આવી રહી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલીક સ્કૂલની છોકરીઓ શિક્ષકની ગેરહાજરીમાં ક્લાસરૂમમાં મોડલિંગ કરવાનું શરૂ કરે છે. જ્યારે છોકરીઓને ખબર પડી કે વર્ગમાં કોઈ શિક્ષક નથી, તો છોકરીઓને મજા કરવાનું મન થાય છે. તે પછી મોડલિંગ કરે છે. જો કે આ દરમિયાન કંઇક એવું થાય છે કે તે જોઇને તમે તમારી હસી નહિ રોકી શકો.

વીડિયોમાં જોઈ શકાય છે કે છોકરીઓ રેકોર્ડિંગ માટે ફ્રન્ટ કેમેરા ઓન કરે છે. આ પછી, તેને આગળની બાજુએ મૂકી અને દૂરથી એક છોકરી મોડેલ સ્ટાઇલમાં આવે છે. એક છોકરી પછી બીજી છોકરી પણ સ્ટાઇલમાં ચાલતી આવે છે. જેવી તે કેમેરાની ખૂબ નજીક જાય છે, તે પોતાનું સંતુલન ગુમાવી બેસે છે અને પડી જાય છે. તે સતત પડી રહી છે. આ છોકરીએ સેન્ડલ પહેર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Bhutni_ke (@bhutni_ke_memes)

છોકરીનું સંતુલન એવી રીતે બગડે છે કે તે ધડામ દઇને નીચે પડી જાય છે. આ પછી છોકરી તરત જ ઊભી થઈ જાય છે અને કેમેરાને બંધ કરી દે છે. આ ફની વિડિયો bhutni_ke_memes નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો છે. વીડિયો જોયા બાદ યુઝર્સ ફની કોમેન્ટ કરી રહ્યા છે.

Shah Jina