બેખૌફ છોકરીએ સુમસામ રસ્તા પર કર્યો સાયકલથી ખતરનાક સ્ટંટ
છોકરીઓની એક ખાસ જાતિ છે જે પાપા કી પરી તરીકે ઓળખાય છે. આવી મોટાભાગની છોકરીઓને વધારે ઇન્ટરનેટની જનતા જાણે છે કારણ કે તેમના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહેતા હોય છે. ત્યારે હાલમાં વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ જોઈને લોકો ચોંકી ગયા છે. જો કે, કેટલાક આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
સુમસામ રસ્તા પર ‘પાપા કી પરી’એ કર્યો ખતરનાક સ્ટંટ
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક છોકરી સુમસામ રસ્તા પર સાઈકલ પર સ્ટંટ કરતી જોવા મળી રહી છે. યુવતીનો આ સ્ટંટ ઘણો ખતરનાક લાગે છે. તમે જોઈ શકો છો કે તે સાયકલના આગળના વ્હીલને ઊંચકીને તેને ચલાવી રહી છે. આ પછી તે તેના પગ હેન્ડલ પર મૂકે છે. આ દરમિયાન સાયકલમાંથી તણખા પણ નીકળતા જોઇ શકાય છે.
લાખો લોકોએ વીડિયો જોયો અને લાઇક કર્યો
વીડિયો જોતા એવું લાગે છે કે તેની સાયકલ સામેથી આવતા વાહનો સાથે અથડાઈ જશે, પરંતુ તે એવી રીતે સ્ટંટ કરે છે કે લોકો પણ જોતા જ રહી ગયા. આ વીડિયોને @dipti_patar143 નામના યુઝરે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. 50 લાખથી વધુ લોકોએ આ વીડિયો જોયો છે અને 1 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે. વીડિયો જોયા બાદ ઘણા લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે.
વીડિયો જોઇ લોકોએ આપી આવી પ્રતિક્રિયા
કેટલાક લોકોએ યુવતીને પ્રોત્સાહિત કરી તો કેટલાકે યુવતીના આ સ્ટંટને ખૂબ જ ખતરનાક ગણાવ્યો. જ્યારે ઘણા લોકોએ કહ્યું કે તેઓ છોકરીના પડવાની રાહ જોઈ રહ્યા હતા. અન્ય એક યુઝરે લખ્યું- બાઈક બાદ હવે સાઈકલ સ્ટંટ. ત્યાં બીજા યુઝરે લખ્યું – સાયકલ હવા સાથે વાત કરી રહી છે. એક અન્યએ કહ્યું – પાપા કી પરી, પપ્પાનું હેલિકોપ્ટર. વીડિયો જોઈને એક યુઝરે લખ્યું- બહેન, અમે પણ આવી એડિટીંગ જાણીએ છીએ.
View this post on Instagram