રસોડામાં જમવાનું બનાવતા બનાવતા આ છોકરી બની ગઈ સ્ટાર, ગાયું એટલું સુમધુર ગીત કે લાખો લોકો ઉપરાંત સેલેબ્સના પણ દિલ જીતી લીધા, જુઓ વીડિયો

રસોડાની અંદર ડુંગળી કાપતા કાપતા આ છોકરીએ એવું સુમધુર ગીત ગાયું કે 2 કરોડથી પણ વધારે લોકો એ વીડિયોને જોયો, જોઈને તમે પણ ફેન બની જશો, જુઓ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આજે ટેલેન્ટને બહાર લાવવાનું એક માધ્યમ બની ગયું છે, જો તમારી અંદર સાચો ટેલેન્ટ હશે તો તેના દ્વારા તમે દુનિયાના કોઈપણ ખૂણામાં બેસીને તમારો ટેલેન્ટ દુનિયાની સામે રજૂ કરી શકો છો અને તમે રાતો રાત સ્ટાર પણ બની શકો છો. સોશિયલ મીડિયામાં ઘણા લોકોના ટેલેન્ટને તમે બહાર આવતા જોયા હશે, ત્યારે હાલ એવો જ એક ટેલેન્ટ બહાર આવ્યો છે અને તેને લોકો ભરપૂર પ્રેમ આપી રહ્યા છે.

જો તમે સંગીત પ્રેમી છો તો તમે કોક સ્ટુડિયો સીઝન 14 નું ‘પસૂરી’નું ટ્રેન્ડિંગ ગીત સાંભળ્યું જ હશે, જે સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી રહ્યું છે. પાકિસ્તાની કલાકાર અલી સેઠી અને શે ગીલે આ ગીત ગાયું છે અને લોકો આ ગીત પર પ્રેમ વરસાવી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ, ફેસબુક સહિત તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો આ ગીત પર રીલ વીડિયો બનાવી રહ્યા છે.

સંગીત પ્રેમીઓને આ ગીત એટલું ગમ્યું કે લોકો પણ પોતપોતાની રીતે ગીતને ગણગણાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક છોકરી રસોડામાં ઉભી ઉભી રસોડાના કામ કરતા કરતા આ ગીત ગાઈ રહી છે અને તેનો સુરીલો અવાજ સાંભળીને બધા મંત્રમુગ્ધ છે.

પસૂરી ગીતે દુનિયાભરમાં ઘણા લોકોના દિલ જીતી લીધા છે. ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક ભારતીય છોકરી રસોડામાં પસૂરી ગાતી જોવા મળી રહી છે. સામાન્ય રીતે ડુંગળી કાપવાથી લોકોની આંખમાં આંસુ આવી જાય છે, પરંતુ આ છોકરી ગીતમાં મદહોશ થઈને ગીત ગાતા ગાતા આ કામનો આનંદ લે છે. આ વીડિયો ઝારખંડની ગાયિકા શાલિની દુબેએ ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો હતો. તેની બહેન દ્વારા રેકોર્ડ કરાયેલી રીલમાં, શાલિની એક પ્રોફેશનલ ગાયિકાની જેમ તેના મધુર અવાજમાં ગીત ગાતી જોઈ શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by Shalini Dubey (@theshalinidubey)

સોશિયલ મીડિયામાં આ ગીતમાં શાલિનીનો અવાજ લોકોને ખુબ જ પસંદ આવ્યો છે, થોડા સમય પહેલા જ પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોને 30 લાખથી પણ વધુ લોકોએ લાઈક કરી લીધો છે, આ ઉરપટ હજારોની સંખ્યામાં લોકો કોમેન્ટ કરીને શાલીનીના સુમધુર અવાજની પ્રસંશા કરી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 20 મિલિયન કરતા પણ વધુ લોકો જોઈ ચુક્યા છે, જે બતાવે છે કે આ ગીતને કેટલું પસંદ કરવામાં આવ્યું છે. શાલિનીએ તેના ઇન્સ્ટાગ્રામ ઉપર પણ બીજા ઘણા બધા વીડિયો શેર કર્યા છે જેમાં તે સુમધુર અવાજમાં અલગ અલગ ગીતો ગાતી જોવા મળી રહી છે.

Niraj Patel