દારૂબંધીવાળા ગુજરાતમાં વાઇરલ:જામનગરમાં જુવાન છોકરીએ દારૂ ઢીંચીને રોડ પર કારનામા કર્યા, ગંદી ગંદી ગાળો બોલીને…
ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તેમ લાગી રહ્યુ છે. કારણ કે જ્યાં જુઓ ત્યાં લોકો દારૂની હેરાફેરી કરતા હોય છે અને દારૂની મહેફિલ પણ માણતા હોય છે. હાલમાં થોડા સમય પહેલા જ કેટલીક છોકરીઓનો દારૂની ખુલ્લેઆમ મહેફિલ માણતો વીડિયો વાયરલ થયો હતો. જે બાદ હવે વધુ એક કિસ્સો ગુજરાતમાંથી સામે આવ્યો છે. જામનગરમાં એક યુવતિએ દારૂ પીધા બાદ જાહેરમાં ધમાલ મચાવી હતી.

યુવતિ દારૂ પી જે પ્રકારની ભાષાનો પ્રયોગ કરી રહી હતી તે સાંભળી તો કોઇનું પણ માથુ શરમથી ઝૂકી જાય. આ કિસ્સો હાલ જામનગર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. નશામાં ધૂત એક યુવતિએ મંગળવારના રોજ સાંજે ગાળોની રમઝટ બોલાવી હતી અને આજુબાજુના લોકો તેમજ પસાર થતા લોકો તેને જોઇ સ્તબ્ધ થઇ ગયા હતા. જો કે, મોડે સુધી આ તમાશો ચાલતો રહ્યો પરંતુ કોઇ તેને સમજાવવા આગળ ન આવ્યુ.

ત્યારે પોલિસ આવે તે પહેલા આ યુવતિએ ચાલતી પકડી. પરંતુ આ યુવતિનો વીડિયો કેટલાક લોકોએ ઉતારી લીધો હતો, જે બાદ તેને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. નશાની હાલતમાં એક યુવતિ લોકો સાથે દુર્વ્યવહાર કરી રહી હતી. જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાં આ ઘટના બની હતી. છોકરી નશામાં ભાન ભૂલી ગઇ હતી અને એવી એવી ગંદી ગાળો ભાંડી હતી કે કાનમાંથી કીડા ખરી પડે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ મહારાષ્ટ્રના નવી મુંબઈમાં નશામાં ધૂત એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં યુવતી પોલીસકર્મી સાથે ગેરવર્તન કરતી જોવા મળી હતી. દારૂના નશામાં ધૂત યુવતીએ પોલીસકર્મીના વાળ ખેંચ્યા અને અપશબ્દોનો ઉપયોગ પણ કર્યો હતો. વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે, મહિલાએ પોલીસકર્મીનો કોલર પકડી લીધો છે અને પછી તેનુ માસ્ક છીનવી લીધુ અને તેને ફાડી નાખ્યુ. મહિલા એટલી નશામાં હતી કે તે પોતાની જાતને બરાબર સંભાળી પણ શકતી ન હતી.

તેણે સામે ઉભેલા પોલીસકર્મીને લાત મારવાની કોશિશ પણ કરી હતી. સુનૈના નામની યુઝરે આ વીડિયોને ટ્વીટ પર પોસ્ટ કર્યો છે. આ વીડિયો શેર કરતા તેણે લખ્યું આ નશામાં ધૂત યુવતીએ નવી મુંબઈના વાશીમાં પોલીસ સાથે ગેરવર્તણૂક કરી. તેણે લખ્યું કે તે એક પુરુષ પોલીસ અધિકારી હોવાને કારણે છોકરી તેને લાત મારવાની કોશિશ કરે છે, છતાં તે છોકરીને સ્પર્શ કરતો નથી. ત્યાં જ કાયદો ખોટો થાય છે. સુનૈનાએ તેના ટ્વીટમાં આગળ લખ્યું કે જે રીતે પોલીસકર્મીએ આ મામલાને ગૌરવ સાથે સંભાળ્યો તે પ્રશંસનીય છે. આશા છે કે કાર્યવાહી કરવામાં આવશે.
I am speechless looking at her condition and feeling bad for her parents. Itna bhi matt piyo ke khudko sambhal na paao. No class, no grace, no dignity..
2/2 pic.twitter.com/9lG8iqa2Wm— Sunaina Holey (@SunainaHoley) June 19, 2022
સુનૈનાએ આ જ ઘટનાનો બીજો વીડિયો પણ ટ્વીટ કર્યો હતો. બીજા વિડિયોમાં જોવા મળે છે કે જ્યારે બીજી યુવતી નશામાં ધૂત મહિલાને લેવા માટે આવે છે ત્યારે તે તેને પણ માર મારે છે અને આ દરમિયાન તે રસ્તા પર પડી જાય છે. પડી ગયા પછી, છોકરી લાંબા સમય સુધી રસ્તા પર જ પડી રહે છે. આ ટ્વીટમાં સુનૈનાએ લખ્યું, “તેની હાલત જોઈને હું અવાચક થઈ ગઈ છું. તેના માતા-પિતાને કેટલુ ખરાબ લાગી રહ્યુ હશે.