મર્દાની! સિંહને હાથથી ઉપાડીને લઈ ગઈ છોકરી, વીડિયો જોઈને લોકોનો છૂટ્યો પરસેવો

આ છોકરી સામે જંગલનો રાજા સિંહ પણ પડી ગયો ઢીલો

માણસો અને પ્રાણીઓ વચ્ચેનો સંબંધ હજારો વર્ષો જુના છે. ઘણા લોકોને વિવિધ પાલતુ જાનવરો પાળવાનો શોખ હોય છે. આપણે ઘણા એવા વીડિયો સોશિયલ મીડિયામાં જોતા હોઈએ છીએ જેમા પાલતુ કૂતરા સાથે લોકો બહાર ફરતા જતા હોય છે તેને વહાલ કરતા હોય છે. પરંતુ શું તમે ક્યારેય જોયુ છે કે કોઈ મહિલા સિંહને પોતાના હાથમાં તેડીને વહાલ કરી હોય?

હવે તમે કહેશો કે કોઈ સિંહને કેવી રીતે હાથમાં તેડી શકે. પરંતુ આ વાત સાચી છે હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમા એક સ્ત્રી રસ્તા પર ફરી રહેલા સિંહને પોતાના હાથ વડે તેડી લે છે અને તેને વહાલ કરવા લાગે છે. જેમણે પણ આ વીડિયો જોયો તે બધા દંગ રહી ગયા. આ સમગ્ર ઘટનાના સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી.

આ ઘટના કુવૈતની છે. એક પરિવારે સિંહને પાળ્યો હતો, પરંતુ અચાનક કોઈ કારણસર તે ઘરમાંથી બહાર ભાગી જાય છે. ત્યારબાદ સિંહનો માલિક ચિંતામાં મુકાય જાય છે અને આ વાતની જાણકારી તાત્કાલિક પોલીસને કરે છે. પોલીસ અને સિંહનો માલિક બંને મોડી રાત્રે શહેરમાં સિંહને શોધવા નિકળી પડે છે. બધા અલગ અલગ વિસ્તારમાં શોધવા નિકળી પડે છે.

આ દરમિયાન કેટલાક લોકો સિંહને જુએ છે અને ગભરાઈ જાય છે ત્યાં જ એક છોકરી આવે છે અને તે સિંહને તેના હાથથી ઉપાડીને પોતાની સાથે ઘરે લઈ જાય છે. સિંહ ગાયબ થવાની ઘટનાની જાણ કુવૈત મિનિસ્ટ્રી ઓફ ઈન્ટિરિયરને પણ કરવામાં આવી હતી. જો કે પોલીસ પહેલા જ તેની માલકીનને સિંહને પકડી લીધો અને પોતાના ઘરે લઈ ગયા. જણાવી દઈએ કે આ પહેલા પણ કુવૈતમાં આવી ઘટના સામે આવી ચુકી છે.

YC