મેકઅપને લીધે બગડી ગયો દુલ્હનના ચહેરો, ICUમાં દાખલ, લગ્ન પણ રહ્યા કેન્સલ, ચેતી જજો મેકઅપ કરાવનારી મહિલાઓ…

મેકઅપથી સૂજી ગયો છોકરીનો ચહેરો, ICUમાં કરવી પડી દાખલ, લગ્ન વગરની રહી…બ્યુટિશિયના કાંડને લીધે ભરાઈ ગઈ, જુઓ ફોટા

પોતાના લગ્નમાં સારા દેખાવવું એ દરેક દુલ્હનનું સપનું હોય છે. આ માટે દુલ્હન બ્રાઇડલ મેકઅપ પણ કરાવે છે. બ્રાઇડલ મેકઅપ કેટલો મોંઘો હોય છે તે વાત કોઇથી છૂપી નથી. ત્યાં હાલમાં એક એવી ઘટના સામે આવી જેમાં એક યુવતિને પોતાના લગ્ન માટે મેકઅપ કરાવવો ભારે પડી ગયો. હાલક એ થઇ કે તેને ICUમાં દાખલ કરવી પડી. આ મામલો કર્ણાટકમાંથી સામે આવ્યો છે.

કર્ણાટકના હાસનમાં મેકઅપ બાદ યુવતિનો ચહેરો એ હદ સુધી બગડી ગયો કે તેને ઇંટેંસિવ કેર યુનિટ (ICU)માં દાખલ કરવી પડી અને તેના લગ્ન પણ પોસ્ટપોન થઇ ગયા. મામલો સામે આવ્યા બાદ યુવતિનો મેકઅપ કરનાર બ્યુટીશિપનની પૂછપરછ માટે હિરાસતમાં લેવામાં આવી. ખાસ વાત એ છે કે પીડિતે જ્યાં તેનો મેકઅપ કરાવ્યો તે હર્બલ બ્યુટી પાર્લર હતુ. હાસનના અરસીકેરે શહેરમાં થયેલી આ ઘટના શુક્રવારે સામે આવી.

પોલિસ અનુસાર, પીડિતા જજૂર ગામની રહેવાસી છે. પીડિતાએ 10 દિવસ પહેલા ગંગાશ્રી હર્બલ બ્યુટી પાર્લર એન્ડ સ્પામાં મેકઅપ કરાવ્યો હતો. મેકઅપ બાદ પીડિતાનો ચહેરો એ હદે સૂજી ગયો કે તેને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી. બ્યુટીશિયન ગંગાએ પીડિતાને જણાવ્યુ કે, તેણે નવી રીતે મેકઅપ પ્રોડક્ટ્સને ચહેરા પર લગાવી છે. મેકઅપ બાદ પીડિતાને એલર્જી થઇ અને તેનો ચહેરો ખૂબ જ ખરાબ થઇ ગયો અને તેના લગ્ન પણ પોસ્ટપોન થઇ ગયા.

તસવીર સૌજન્ય : ન્યુઝ 18

અરસીકેરે સિટી પોલિસે મામલો દાખલ કર્યો છે અને તપાસ શરૂ કરી છે. કેટલાક મીડિયા રીપોર્ટ્સ અનુસાર, દુલ્હા તરફથી લગ્ન કેન્સલ કરવામાં આવ્યા છે. એ પણ જણાવવામાં આવ્યુ છે કે દુલ્હન કંઇક નવું ટ્રાય કરવા માગતી હતી, આ ચાહતમાં તેણે પહેલા ફાઉન્ડેશન લગાવ્યો અને બાદમાં સ્ટીમ પણ લીધુ. જેના પરિણામે તેનો ચહેરો સૂજી ગયો અને બળી કાળો પણ થઇ ગયો.

Shah Jina