ગુજરાત : ટીચર્સ ડેના દિવસે ગીર ગઢડાના શિક્ષકે કર્યો આપઘાત, સુસાઇડ નોટમાં સામે આવ્યુ ચોંકાવનારુ કારણ…

5 સપ્ટેમ્બરના રોજ દેશભરમાં ટીચર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે, આ દિવસે ભારતના બીજા રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ હોય છે. રાજયમાં ટીચર્સ ડેના દિવસે શિક્ષકોનું સમ્માન કરવામાં આવે છે. તેમને એવોર્ડ આપવામાં આવે છે, પરંતુ રાજયમાં ટીચર્સ ડેના દિવસે એક શિક્ષકે આપઘાત કરી લીધો છે.

આ ઘટના ગીર ગઢડાની છે. ગીર ગઢડાના થોરડી ગામે ટીચર્સ ડેના દિવસે એક શિક્ષકે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. જેમણે આપઘાત કર્યો છે તેઓ થોરડી ગામે શાળામાં પ્રિન્સિપાલ હતા અને તેમનું નામ ઘનશ્યામ ભાઇ ગોવિંદભાઇ અમરેલીયા હોવાનું જાણવા મળ્યુ છે. તેમણે પ્રાથમિક શાળાની ઓફિસમાં પંખા પર લટકી આવું પગલુ ભર્યુ હતુ.

ઘટનાની જાણ થતા જ પોલિસ ઘટના સ્થળે પહોંચી હતી અને પ્રિન્સિપાલની લાશ ઉતારી તેને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. તેમણે આપઘાત કર્યા પહેલા એક સુસાઇડ નોટ લખી હતી અને તેમાં તેમણે વ્યક્તિઓનો ઉલ્લેખ કર્યો હતો, જેઓ તેમની પાસેથી પૈસા પડાવતા અને વારંવાર હેરાન કરતા હતા, તેવો આરોપ લગાવ્યો હતો.

સુસાઇડ નોટ અંગે વાત કરીએ તો, હું ઘનશ્યામ ગોવિંદભાઈ અમરેલીયા મરતા પહેલા નિવેદન આપુ છું કે હું નોકરી અને ઉચ્છ અધિકારીઓથી કંટાળી ગયો છું હવે જીવવું નથી હું જ્યારે અરિડીયા પ્રાથમિક શાળામાંથી OP થઈ આવ્યો ત્યારે મારી પાસે અધિકારી દ્વારા વાયા વાયા 25 લાખની ઉઘરાણી થયેલ આ ઉઘરાણી TPO તાલુકા પ્રાથમીક શિક્ષણ અધિકારી રાઠોડે તથા TPO ગૌસ્વામી કરી તથા પે સેન્ટર આચાર્યએ પણ 7 લાખની માંગણી કરી હતી અને રૂબરૂ મળવાની વાત કરી હતી, જે મેં રૂબરૂ જામવાળા શાળાની મેદાનમાં ટીપીઓ ગોસ્વામી તથા જયેશ રાઠોડ ઉપર જિલ્લા શિક્ષણ અધિકારીને કહેવાના હોય તું દારૂ પીને નોકરી કરે છે એવા બહાના કાઢી મારી પાસેથી રોકડા 25 લાખ માંગેલ આ મને રૂબરૂ બોલાવી વાત કરેલ ફોન કરવાની ખાસ ના પાડી હતી.

મેં જેમ તેમ કરી થોરડી પ્રાથમિક શાળાના ગ્રાઉન્ડમાં રોકડા 25 લાખ રાઠોડ અને જયેશ ગૌસ્વામીને આપ્યા હતા અને ત્યાર બાદ મારી જગ્યાએ એક ભણેલ ઉમેદવાર રાખી નોકરી કરવાનું કહી આજ શાળાના શિક્ષક જાલીવાળા ભાઈએ મારી પાસેથી 4 લાખ લીધા હતા અને ધમકી આપી તો દારૂની ફાઈલ ઉપર જશે એમ કહી અવાર નવાર દબાણ કરતા હતા. રાઠોડ સાહેબ હવે દયા કરો.

આ સુસાઇડ નોટમાં આગળ લખ્યુ હતુ કે, ધમકી પણ આપી હતી કે પૈસા પાછા માગ્યા તો મારી નાખીશ. એટલે હું 5/9/2021ના રોજ આત્મહત્યા કરું છું. મારા કુટુંબને બધી બાબતના વળતર આપે, મારા પરિવાર જેમાં પણ જમીનના ભાગ પાડવામાં અન્યાય થયેલ છે. જે પરિવારજનોને ધ્યાન છે. મારા પૈસા જેમણે લીધા છે તે મારી પત્નીને સોંપવામાં આવે.

આચાર્ય અને ઉચ્ચ અધિકારીઓની લાખો રૂપિયાની માંગણીથી કંટાળીને શિક્ષકે શિક્ષક દિવસના દિવસે જ આત્મહત્યા કરી હોવાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ છે. મૃતકની દીકરીએ જણાવ્યુ હતુ કે, છેલ્લા 20 દિવસથી તેના પિતા પરેશાન હતા. પોલિસે લાશને પીએમ અર્થે ખસેડી, સુસાઇડ નોટ આધારે તપાસ શરૂ કરી છે.

Shah Jina