પહેલા નક્કી થયું હતું કે ધૈર્યાને નહિ પણ મોટા બાપાની દીકરીને બલી ચડાવીએ પછી અચાનક જ….

આવા જલ્લાદ બાપને તો ભગવાન પણ માફ નહિ કરે, કોઈ વાત માનવા માટે નથી તૈયાર, પહેલા નક્કી થયું હતું કે ધૈર્યાને નહિ પણ

ગુજરાતમાં હાલ જો કોઇ કિસ્સો ચર્ચામાં હોય તો તે છે ગીર સોમનાથમા તાલાલાનો ધૈર્યાનો…ગીર સોમનાથના તાલાલાના ધાવા ગામે 14 વર્ષની ધૈર્યાની હત્યા મામલે અનેક ખુલાસા થઇ રહ્યા છે. આખા ગામમાં અને ધૈર્યાની શાળામાં કોઈ વળગાડની વાત માનવા તૈયાર નથી. દિવ્ય ભાસ્કરના રીપોર્ટ અનુસાર, ગામલોકો વચ્ચે એવું ચર્ચાઇ રહ્યુ છે કે, તેની હત્યા વળગાડ કાઢવા નહીં, પણ બલિ ચઢાવવા માટે કરાઈ હતી. હાલ તો લોકોમાં એવી વાતો થઇ રહી છે કે પહેલાં ધૈર્યા નહીં, તેના મોટાબાપા દિલીપની દીકરીની બલિ ચઢાવવાની હતી,

પણ તે ધૈર્યાથી ઉંમરમાં થોડી મોટી હોવાથી તેને અંદાજ આવી જતાં આનાકાની કરતાં વાત પડતી મુકાઈ હતી. ઉલ્લેખનીય છે કે, પોલીસની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે 14 વર્ષની દીકરીને વળગાડ હોવાની આશંકાના કારણે વાડીમાં જ તેના પર સતત 7 દિવસ સુધી તાંત્રિક વિધિ કરવામાં આવી અને અમાનુષી અત્યાચાર તેના પિતા અને મોટાબાપા દ્વારા ગુજારવામાં આવ્યો. આ સમગ્ર ઘટનાથી સગીરાની માતા એકદમ અજાણ હતી.

માતાની જાણ બહાર જ તેના અગ્નિ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યા હતા. જેના બાદ તેના મોત વિશે તેની જનેતાને જાણ કરવામાં આવી હતી.આ સમગ્ર ઘટનાને લઈને માસુમ દીકરાના નાનાએ જમાઈ અને તેના મોટાભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યા સહિતની કલમો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી. ગામલોકોમાં જે પ્રમાણે વાતો થઇ રહી છે તે મુજબ ધૈર્યાને વળગાડ હોય તો તેનું વર્તન અસહજ હોય જ, પણ છઠ્ઠા નોરતા સુધી તો તે શાળામાં નવરાત્રિ મહોત્સવમાં પણ આવી

અને શિક્ષકો તેમજ તેની સાથે ભણતી વિદ્યાર્થિનીઓને પણ ક્યારેય એવું નથી લાગ્યું. એ વાત ગળે નથી ઉતરતી કે આરોપી ભાવેશ અને દિલીપના વળગાડ કાઢવા દરમિયાન તેનું મોત થયુ હોય. તે લોકો વચ્ચે ચર્ચાઇ રહ્યુ છે કે, તેની બલિ જ ચઢાવાઇ છે. લોકો તો ત્યાં સુધી કહે છે કે બંને ભાઇ ન તો તાંત્રિક છે અને ન તો કોઇ વિદ્યાના જાણકાર. આ તેઓ એકલા કરી શકે એવું કામ નથી. ધૈર્યા સાથે જે ક્રૂરતા કરવામાં આવી તેની વાત કરીએ તો, 2 કલાક સુધી તેને આગ પાસે ઉભી રાખવામાં આવી અને લાકડી તેમજ વાયર વડે માર પણ મારવામાં આવ્યો.

જે બાદ તેના માથાના વાળમાં લાકડી બાંધી અને તેને ખુરશીથી બાંધી દેવામાં આવી હતી.તેના પર સતત 7 દિવસ સુધી અત્યાચાર ગુજારવામાં આવ્યો અને તેને ભૂખી તરસી રાખીને તાંત્રિક વિધિ કરવામાં આવી. 1 ઓક્ટોબરથી લઈને 7 ઓક્ટોબર સુધી આ ઘટનાક્રમ ચાલ્યો હતો. જે બાદ 7 ઓક્ટોબરના રોજ ધૈર્યાનું મોત થયુ હોવાનું માલુમ પડતા ચોરી છુપી તેના અંતિમ સંસ્કાર કરી દેવાયા અને કુટુંબમાં ધૈર્યાને કોઈ ચેપી રોગ થયો હોવાનું જણાવાયુ. ધૈર્યાના પિતા એટલે કે હત્યારા ભાવેશ અકબરીએ પોલીસ સમક્ષ પોતે હત્યા કરી હોવાની કબૂલાત કરી લીધી છે.

Shah Jina