ગીર સોમનાથ: બે ફૂલ જેવી માસૂમ બહેનો ઊંઘતી હતી અને અચાનક કાળ બનીને આવ્યો સાપ, પરિવારમાં છવાઇ ગમગીની

તસવીરો તમને પણ રડાવી દેશે: નિદ્રાધીન 12 વર્ષની નિધિ અને 10 વર્ષની વનિકાને ભરખી ગયો સાપ,ગામ આખું હીબકે ચડ્યું, પરિવારમાં છવાઇ ગમગીની

સાપનું નામ સાંભળતા જ આપણા મનમાં ડરનો માહોલ છવાઇ જાય છે ત્યારે આ સાપ ઝેરી હોય અને ડંખ મારી જાય તો… હાલમાં જ એક ઘટના સામે આવી છે જેમાં સાપના ડંખ મારવાને કારણે બે બહેનોના મોત થયા છે અને પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ છે.

ગીર સોમનાથના ઉનામાં એક કરુણ ઘટના બની હતી. રાત્રિના સમયે ઊંઘી રહેલી બે માસૂમ બહેનોને સાપે ડંખ માર્યો હતો અને બંનેની તબિયત લથડતા તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા અને ત્યાં હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા અને આ ઘટના બનતા જ પરિવાર પર જાણે કે આભ તૂટી પડ્યુ છે. દીકરીઓના અવસાનથી પરિવાર અને ગામમાં શોક વ્યાપી ઉઠ્યો છે.

ઘટનાની વિગત તપાસીએ તો, ગીર સોમનાથના ઉના તાલુકાના લામધાર ગામમાં સાપ રાત્રી દરમિયાન રહેણાંક વિસ્તારમાં આવ્યો હતો અને તે અચાનક મકાનની ઓરડીમાં ઘુસ્યો હતો. તે બાદ સાપે રાત્રે જમ્યા બાદ સૂતી બે બહેનો જેમની ઉંમર અંદાજે 12 અને 10 વર્ષની છે તેમને ડંખ માર્યો અને નિધિ અને વનિકાનો જીવ લઇ લીધો. સાપના ઝેરને કારણે બંને બહેનોના મોત થયા હતા અને પરિવારને જાણ થતા જ આ સાપની શોધખોળ શરૂ કરી હતી અને ક્રોક નામનો સાપ ચટપટા મારતો મળી આવ્યો હતો.

Shah Jina