ખબર

ગીર-સોમનાથમાં મોબાઈલ ગેમમાં આવું કરવા માટે સગીરે સ્ત્રી વેશ ધારણ કરી ફાંસો ખાધો, હે ભગવાન…

કોરોના કાળની અંદર શાળા કોલેજો બંધ થઇ ગઈ અને શિક્ષણ કાર્ય સ્માર્ટ ફોન દ્વારા ઓનલાઇન જ શરૂ થયું. જેના કારણે જે વાલીઓ પોતાના બાળકોને મોબાઈલ ફોનથી દૂર રાખતા હતા તેમને પણ પોતાના બાળકોને ફોન આપવા પડ્યા અને ઓનલાઇન ભણવા સાથે ઘણા બાળકોને ગેમનો પણ ચસ્કો લાગી ગયો.

ઓનલાઈન ગેમ રમતા બાળકો ઘણીવાર એ હદ સુધી એ ગેમ પાછળ ઓતપ્રોત થઇ જાય છે કે તેમને ગેમ સિવાય બીજું કઈ જ દેખાતું નથી અને આવી ગેમોના કારણે ઘણીવાર એવું પણ બનતું હોય છે જે ચોંકાવનારું હોય છે, જેના ઘણા કિસ્સાઓ પણ આપણે સમાચાર અને સોશિયલ મીડિયામાં જોઈએ છીએ.

ત્યારે હાલ એવી જ એક ઘટના ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સાજણનગરમાંથી સામે આવી છે. જ્યાં 16 વર્ષના સગીરે ઓનલાઇન ગેમનો એક ટાસ્ક પૂર્ણ કરવા માટે પહેલા સ્ત્રી વેશ ધારણ કર્યો અને પછી થોડા જ સમયમાં ગળે ફાંસો ખાઈને આપઘાત પણ કરી લીધો. આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ચકચારી મચી ગઈ છે.

આ સગીરનું નામ તરુણ હતું. જે ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતો હતો. તેના પરિવારજનોનું કહેવું છે કે તેને ગેમના રવાડે ચઢી અને પોતાનો જીવ ગુમાવ્યો છે. પરંતુ પોલીસ હજુ સગીરના મોતનું સાચું કારણ તપાસી રહી છે.