ખબર મનોરંજન

અરબાઝ ખાનની સુપર બોલ્ડ ગર્લફ્રેન્ડે ફરીથી લૂંટી મહેફિલ, શોર્ટ્સ અને ઘરના જ ચપ્પલ પહેરીને કેમેરા સામે આપ્યા પોઝ

અરબાઝ ખાનથી 24 વર્ષ નાની છે તેની આ હોટ ગર્લફ્રેન્ડ, શું કમાલનું ફિગર છે, શોર્ટ્સ અને ઘરના જ ચપ્પલ પહેરીને આવી ગઈ

ઘણી અભિનેત્રીઓ એવી છે જેમને લગભગ દરરોજ પેપરાજી દ્વારા જીમ કે યોગા ક્લાસમાં જતા કે આવતા સ્પોટ કરવામાં આવે છે. એમાંની જ એક અભિનેત્રી છે જોર્જિયા એન્ડ્રિયાની.બોલિવૂડ એક્ટર અને ફિલ્મમેકર અરબાઝ ખાન પોતાની પર્સનલ લાઈફને લઈને ખૂબ જ ચર્ચામાં રહે છે. અરબાઝ ખાન આ દિવસોમાં ઇટાલિયન અભિનેત્રી અને મોડલ જોર્જિયા એન્ડ્રિયાની સાથે રિલેશનશિપમાં છે. જોર્જિયા તેની ફિટનેસ માટે પણ ઘણી જાણિતી છે.

જોર્જિયા એન્ડ્રિયાની તેની સુંદરતા અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ માટે ઘણી ફેમસ છે. જોર્જિયા એન્ડ્રિયાની તાજેતરમાં જ વર્કઆઉટ બાદ સ્પોટ થઇ હતી. અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા હંમેશા બહાર જતી વખતે ઘણી જ શાનદાર અંદાજમાં જોવા મળે છે. આ દરમિયાન, આ હસીનાને પેપરાજી દ્વારા સ્પોટ કરવામાં આવી હતી. જોર્જિયા એન્ડ્રિયાની ઘણા બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી.

ગત દિવસોમાં જોર્જિયા મુંબઈના બાંદ્રામાં સલૂનની બહાર સ્પોટ કરવામાં આવી હતી, જ્યા તેના સિમ્પલ લુકે લોકોનું દિલ જીતી લીધું હતું. જોર્જિયાનાં આ લુકની તસવીરો સામે આવી છે જેમાં તેણે ફૂલ સ્લીવ ગ્રીન ટોપ અને શોર્ટ્સ પહેરી રાખ્યું હતું અને સાથે જ પગમાં સ્લીપર્સ પહેર્યા હતા. જોર્જિયાએ મીડિયા સામે સુંદર પોઝ પણ આપ્યા હતા.

આ આઉટફિટ સાથે જોર્જિયાએ લાઇટ મેકઅપ કર્યો હતો અને વાળ ખુલ્લા રાખ્યા હતા. જોર્જિયાએ સ્ટાઈલિશ પર્સ પણ કેરી કર્યું હતું. આઉટિંગ માટે જોર્જિયાએ એકદમ કમ્ફર્ટેબલ આઉટફિટ પસંદ કર્યો. ટૂંકા શોર્ટ્સમાં જોર્જિયાનાં કર્વી લેગ્સ પણ ફ્લોન્ટ થઇ રહ્યા હતા, જોર્જિયા સિમ્પલ પણ સ્ટાઈલિશ લુકમાં જોવા મળી હતી, જોર્જિયાનો આ લુક ચાહકોએ ખુબ પસંદ કર્યો અને ખુબ કમેન્ટ પણ કરી.

જોર્જિયા અને અરબાઝ ખાન ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. ઘણીવાર તેઓ સાથે પાર્ટીમાં જોવા મળે છે. તે બંનેને એકસાથે ઘણીવાર સ્પોટ પણ કરવામાં આવે છે. ખબર અનુસાર જોર્જિયા અને અરબાઝે તેમનો ક્વોરેન્ટાઇન પીરિયડ પણ સાથે વીતાવ્યો હતો.ખબરોની માનીએ તો અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા જલ્દી જ ફિલ્મોમાં જ જોવા મળવાની છે. તે ફિલ્મ “વેલકમ ટુ બજરંગપુર”થી હિંદી સિનેમા જગતમાં પગ મૂકશે.

આ ફિલ્મમાં તેની સાથે અભિનેતા શ્રેયસ તલપડે જોવા મળશે. આ ઉપરાંત જોર્જિયા “શ્રીદેવી બંગલા”માં પણ જોવા મળશે. ખાસ વાત તો એ છે કે આ ફિલ્મમાં તે અરબાઝ ખાન સાથે સ્ક્રીન શેર કરશે. જેમાં જોર્જિયા આઇટમ નંબર કરતી જોવા મળશે.જોર્જિયા તેની ફિટનેસ અને હોટ ફિગરને લઇને ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર તેની ગ્લેમરસ અને હોટ તસવીરો શેર કરતી રહે છે, જે વાયરલ પણ થતી હોય છે. જોર્જિયાનું ફેશનમાં પણ મોટુ નામ છે.

તેણે 30થી વધુ ફેશન શો કર્યા છે. મલાઇકા અરોરા સાથે તલાક બાદ તે અરબાઝ ખાનને ઘણા લાંબા સમયથી ડેટ કરી રહી છે. જોર્જિયાનું થોડા સમય પહેલા જ એક ગીત રિલિઝ થયુ છે, “રૂપ તેરા મસ્તાના”. આ ઓરિજિનલ ગીતને કિશોર કુમારે ગાયુ છે. જોર્જિયાના ઇન્સ્ટાગ્રામ પર 4 લાખ 67 હજાર ફોલોઅર્સ છે.