સમોસો નહિ પરંતુ આ છે બધા જ સમોસાનો બાપ, તમે પણ જીવનમાં પહેલીવાર જોયો હશે આટલો મોટો સમોસો, જુઓ વીડિયો

સમોસો એક એવું ફૂડ છે જેને ખાવાનું મોટાભાગના લોકો પસંદ કરતા હોય છે. તેમાં પણ જો કોઈ જગ્યાના ફેમસ સમોસા મળી જાય તો પૂછવું જ શું ? આપણા દેશની અંદર બસ સ્ટેન્ડથી લઈને એરપોર્ટ સુધી દરેક જગ્યા ઉપર સમોસા મળતા હોય છે. પરંતુ હાલ સોશિયલ મીડિયામાં સમોસાનો એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને લોકો પણ હક્કાબક્કા રહી ગયા છે.

અમે તમને જે સમોસા બતાવવા જઈ રહ્યા છીએ, તે આખા સમોસાનો કોઈ ખાઈ શકે એમ નથી. કારણ કે આ સમોસો અત્યાર સુધીનો સૌથી મોટો સમોસા છે અથવા તો તમે તેને દુનિયાનો સૌથી મોટો સમોસા પણ કહી શકો છો. આ સમોસા એટલો મોટો છે કે જ્યારે એક છોકરી તેને ખાવા ગઈ તો તે તેને પોતાના હાથમાં પણ ઉપાડી શકી નહીં, તે પછી છોકરીએ સમોસા ખાવા માટે શું કર્યું તે જોઈને તમે પણ દંગ રહી જશો.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક રેસ્ટોરન્ટમાં એક ટ્રેમાં વિશાળ સમોસા રાખવામાં આવ્યા છે. ત્યાં એક છોકરી પણ ઉભી છે, સમોસા સાથે લીલી અને લાલ ચટણી પણ ટ્રેમાં એક બાઉલમાં રાખવામાં આવી છે. છોકરી તેના હાથમાં સમોસા ઉપાડી શકતી નથી, તો તે એક મોટી છરી વડે સમોસા કાપવાનું શરૂ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Chahat Anand (@chahat_anand)

તમે જોઈ શકો છો કે છોકરી કેવી રીતે ધીમે ધીમે સમોસાને છરીથી કાપી રહી છે. સમોસા કાપ્યા પછી, છોકરી સમોસાનો ટુકડો હાથમાં લે છે અને કેમેરાની સામે બતાવે છે. તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે સમોસાનો ટુકડો અડધાથી પણ નાનો છે તો પણ જોવામાં કેટલો મોટો  દેખાઈ રહ્યો છે. જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. દુકાનદારે પણ આ એક સમોસો ખાઈ જનારાને 51,000 રૂપિયા ઇનામની પણ જાહેરાત કરી છે.

વીડિયોમાં દેખાતી છોકરી ફૂડ બ્લોગર છે. તે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આવા અજીબોગરીબ ફૂડ આઈટમના વીડિયો શેર કરતી રહે છે. તેણે આ વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ chahat_anand પર શેર કર્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 2.9 મિલિયનથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. ઘણા સેલિબ્રિટીઓએ પણ આ વીડિયોને પસંદ કર્યો છે. આ વીડિયો પર લોકો ઘણી કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

Niraj Patel