હોળી રમ્યા પછી બાથરૂમમાં ન્હાવા ગયા પતિ-પત્ની, મળ્યુ દર્દનાક મોત- કારણ નીકળ્યું ધ્રુજાવી દે એવું

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર અકસ્માતના કિસ્સા સામે આવે છે, જેમાં કેટલીકવાર ઘણા લોકો મોતને પણ ભેટતા હોય છે. છેલ્લા કેટલાક સમયમાં ગેસ ગીઝરના કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે હાલમાં વધુ એક ખબર સામે આવી છે, જેમાં એક ફેક્ટ્રી માલિક અને તેની પત્નીનું બાથરૂમમાં મોત થઇ ગયુ. બુધવારના રોજ હોળી રમ્યા બાદ બંને ન્હાવા માટે બાથરૂમમાં ગયા હતા અને બંનેની લાશ બાથરૂમમાં પડેલી મળી. પોલિસનું માનવું છે કે ગેસ ગિઝરથી દમ ઘુંટાવાને કારણે બંનેની મોત થઇ છે કારણ કે બાથરૂમમાં વેંટિલેશન નથી.

બાથરૂમની અંદરથી સિલેન્ડર અને ગિઝર મળ્યા છે. પોલિસે બંનેની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી છે. પોલિસ અનુસાર, 40 વર્ષિય દીપકગોયલ અને 36 વર્ષિય શિલ્પી બંને બાળકો સાથે કસ્બા મુરાદનગરની અગ્રસેન કોલોજી ફેઝ-વનમાં રહેતા હતા. ગુરુવારના રોજ હોળી રમ્યા બાદ સાંજે લગભગ ચાર વાગ્યા આસપાસ તેઓ બાથરૂમમાં ન્હાવા ગયા હતા. જ્યારે તેઓ એક કલાક સુધી બહાર ન નીકળ્યા અને અંદરથી કોઇ અવાજ ન આવ્યો તો બાળકોએ પાડોશીઓને કહ્યુ.

પાડોશીઓએ આવી વેંટિલેશનનો કાચ તોડી કુંડી ખોલી તો પતિ-પત્ની બંને જમીન પર બેસુધ પડેલા હતા. તેમને તરત જ યશોદા હોસ્પિટલ લઇ જવામાં આવ્યા, જ્યાં બંનેને મૃત ઘોષિત કરવામાં આવ્યા. હોસ્પિટલથી મુરાદાનગર થાના પોલિસને આ કેસની સૂચના આપવામાંઆ આવી અને તે બાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલિસે તપાસ કરી. પોલિસ અધિકારીએ જણાવ્યુ કે, જ્યારે તે તપાસ માટે બાથરૂમની અંદર પહોંચ્યા તો ઘુટન જેવું મહેસૂસ થયુ.

સિલિન્ડર અને ગેસ ગિઝર અંદર જ રાખ્યો હતો, પ્રોપર વેંટિલેશનનો કોઇ ઇંતજામ પણ નહોતો. વેંટિલેશન માટે દરવાજા પર જે કાચ લગાવ્યો હતો તે પણ બંધ હતો. એવામાં આશંકા છે કે દમ ઘુટાવાને કારણે બંનેનું મોત થયુ છે. જણાવી દઇએ કે, દીપક ગોયલે કેટલાક મહિના પહેલા જ પેંટના કેમિકલની ફેક્ટ્રી ગાઝિયાબાદમાં ખઓલી હતી અને પત્ની શિલ્પી હાઉસ વાઇફ હતી. તેમને બે બાળકો પણ છે, જેમાં દીકરી 14 વર્ષ અને દીકરો 12 વર્ષનો છે

Shah Jina