વિદેશી વહુએ ખેતરમાં દેશી અંદાજમાં ઉગાડી ડુંગળી, જોઇને સાસુમાંનું આવ્યુ ગજબનું રિએક્શન- જુઓ મજેદાર વીડિયો

ભાઈ ભાઈ પાક્કા ! ભૂરી વહુને ખેતરમાં ડુંગળી વાવવા કામે લગાડી અને વિદેશી વહુ હિન્દી પણ બોલી, જુઓ વીડિયો

પ્રેમની કોઇ સીમા નથી હોતી, ત્યારે તો આજકાલ લોકો વિદેશી છોકરીઓ સાથે લગ્ન કરવા લાગ્યા છે. આમ તો સામાન્ય રીતે એવું જોવા મળે છે કે ભારતીય લોકો વિદેશી છોકરીઓ સાથે લગ્ન કર્યા બાદ વિદેશમાં જ સેટલ થઇ જાય છે. એવું ઘણુ ઓછુ જોવા મળે છે કે જ્યારે વિદેશી છોકરીઓ ભારતમાં આવી પતિ સાથે રહે. ભારતમાં એવા ઘણા મામલા સામે આવ્યા છે, જેમાં કોઇ છોકરો વિદેશી વહુ લઇને આવ્યો હોય. આ પ્રેમ ઘણીવાર સોશિયલ મીડિયા દ્વારા મળે છે,

તો ઘણીવાર વિદેશમાં અભ્યાસ કરવા કે પછી નોકરી કરવા દરમિયાન મળે છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક વિદેશી વહુ ભારતમાં આવી ખેતરમાં કામ કરતી જોવા મળી રહી છે. ખાસ વાત એ છે કે આ વિદેશી વહુ હિન્દી આસાનીથી બોલી લે છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, સલવાર સુટમાં એક વિદેશી મહિલાએ માંગમાં સિંદૂર લગાવ્યુ છે અને તે આરામથી હિન્દી પણ બોલી રહી છે. તે ખેતરમાં ડુંગળી વાવી રહી છે. આવી રીતે તેને ખેતરમાં કામ કરતા જોઇ તેનો પતિ આવે છે અને કહે છે કે શું હું તમને કંઇ પૂછી શકું છું,

જેના જવાબમાં વિદેશી મહિલા હિન્દીમાં કહે છે હા જરૂર. પછી તેનો પતિ તેને પૂછે છે કે તું ક્યાંથી છે, તો તે કહે છે હું જર્મનીથી છું અને અહીં ખેતરમાં ડુંગળી વાવી રહી છું. પછી પતિ ચુટકી લેતા કહે છે કે તું જર્મનીથી સાત સમુદ્ર પાર ઇન્ડિયા ડુંગળી લગાવવા માટે, તો પત્ની પણ મજા લઇને કહે છએ કે હાં, સાથે જ તે એ પણ કહે છે કે મજા આવી રહી છે. બહુ સારુ લાગી રહ્યુ છે. આ દરમિયાન થોડી દૂર ઊભેલી વિદેશી વહુની દેશી સાસુમાં પણ હસતા હસતા કંઇક કહેતી જોવા મળી રહી છે. આ વીડિયો લોકોના દિલ જીતી રહ્યો છે.

આ મજેદાર વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર namastejuli નામની આઇડીથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધી કરોડો લોકો જોઇ ચૂક્યા છે અને લાખો લોકો લાઇક કરી ચૂક્યા છે. આ સાથે જ ઘણા યુઝર્સ આ વીડિયો પર અલગ અલગ મજેદાર રિએક્શન પણ આપી રહ્યા છે.આ વીડિયોના કેપ્શનમાં લખ્યુ છે- મમ્મીજીનું રિએક્શન સૌથી સારુ હતુ. પણ સીરિયસલી પરિવાર સાથે સિંપલ જીવનનો ભરપૂર આનંદ લઉ છું. હું મારા પતિના ગામમાં છેલ્લા એક મહિનાથી રહી રહી છું અને પરિવાર સાથે રહીને પ્રકૃતિના આટલા નજીક રહીને ખુશ છું

Shah Jina