વિરાટ કોહલીની દીકરીનો ચહેરો ભલે તમે નથી જોયો પરંતુ આ સ્ટાર ખેલાડીની બેબી ગર્લની ખૂબસુરત તસવીરો જોતા જ થઇ જશે તમારુ પણ દિલ ખુશ

પોર્ટુગલ અને માન્ચેસ્ટર યુનાઈટેડના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પર થોડા સમય પહેલા દુખોનો પહાડ તૂટી પડ્યો હતો. પરંતુ હવે તે તેની લાઇફમાં ધીરે ધીરે પાછો આવી રહ્યો છે. થોડા સમય પહેલા તેની પાર્ટનર જોર્જિનાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. જો કે, રોનાલ્ડો-જોર્જિનાના નવજાત પુત્રનું જન્મ પછી મોત થયું હતું. આ કારણે રોનાલ્ડો લિવરપૂલ સામેની મેચમાં માન્ચેસ્ટર યુનાઈટેડ તરફથી રમ્યો નહોતો. બ્રેન્ટફોર્ડ સામેની જીત બાદ રોનાલ્ડોએ ચાહકોનો આભાર પણ માન્યો છે. રોનાલ્ડો પહેલાથી જ 2 પુત્ર અને 2 પુત્રીનો પિતા છે.

વર્ષ 2010માં તે પ્રથમ વખત ક્રિસ્ટિયાનો જુનિયરનો પિતા બન્યો. જો કે, તે તેના પહેલા બાળકની માતાનું નામ જાહેર કરવા માંગતો નથી. આ માટે તેણે સમાધાન પણ કર્યું હતું. આ પછી 8 જૂન 2017ના રોજ સ્ટાર ફૂટબોલર જોડિયા બાળકોનો પિતા બન્યો. પુત્રી ઈવા અને પુત્ર માટોનો જન્મ સરોગસી દ્વારા થયો હતો. થોડા મહિનાઓ પછી 12 નવેમ્બર 2017ના રોજ જોર્જિનાએ પુત્રી ઇલાના માર્ટિનાને જન્મ આપ્યો. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો 2017થી જોર્જીના રોડ્રિગ્ઝ સાથે છે. જો કે, બંનેએ હજુ લગ્ન કર્યા નથી.

રોનાલ્ડો અને જોર્જીના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. બંને પોતાના પરિવાર અને પોતાની તસવીરો પોસ્ટ કરવાનું ચૂકતા નથી. રોનાલ્ડોએ તેના નવજાત બાળકના મોત બાદ ટ્વિટર પર માહિતી આપી હતી. રોનાલ્ડોએ કહ્યું કે તેના અને તેની પાર્ટનર જોર્જીના માટે સૌથી દુઃખદ ક્ષણ છે. બંનેએ ઘણી વિચાર-વિમર્શ બાદ સંયુક્ત નિવેદન બહાર પાડ્યું. રોનાલ્ડોએ લખ્યું – ખૂબ જ દુઃખની સાથે અમારે જણાવવું પડે છે કે અમારા નવજાત પુત્રનું નિધન થઈ ગયું છે. કોઈપણ માતા-પિતા માટે આ સૌથી મોટું દુ:ખ છે.

ફક્ત અમારી બાળકીના જન્મથી જ અમને થોડી આશા અને શક્તિ મળી છે કે તમે સુખેથી જીવી શકો. અમે તમામ ડોકટરો અને નર્સોનો આભાર માનીએ છીએ જેમણે અમને ટેકો આપ્યો. રોનાલ્ડોએ કહ્યું કે તે આ ઘટનાથી ખૂબ જ નિરાશ થયો હતો અને દરેકને તેની ગોપનીયતાનું સન્માન કરવાની અપીલ કરી. તેને અને તેની પાર્ટનર જોર્જીનાને હાલ માટે એકલા છોડી દેવા જોઈએ. અમારો પુત્ર અમારા માટે દેવદૂત હતો. અમે હંમેશા તેને પ્રેમ કરીશું. રોનાલ્ડો અને જ્યોર્જિનાએ ઓક્ટોબરમાં જાહેરાત કરી હતી કે તેઓ જોડિયા બાળકોની અપેક્ષા રાખે છે.

બંનેએ હોસ્પિટલની તસવીરો પણ શેર કરી હતી. તેમાંથી એક બાળક (પુત્ર)નું અવસાન થયું હતુ, જ્યારે પુત્રી સુરક્ષિત છે. હાલમાં રોનાલ્ડોની પાર્ટનર જોર્જીનાએ તેની બાળકીની તસવીરો શેર કરી છે અને તેના નામનો પણ ખુલાસો કર્યો છે. રોનાલ્ડો અને જોર્જીનાની દીકરીનું નામ Bella Esmeralda છે. તેનો જન્મ 18-04-22ના રોજ થયો હતો, જેનો જોર્જીનાએ કેપ્શનમાં ઉલ્લેખ પણ કર્યો છે. રોનાલ્ડોની વાત કરીએ તો, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પ્રોફેશનલ ફૂટબોલના ઈતિહાસમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી છે. રોનાલ્ડોએ ગયા મહિને જોસેફ બીકનને પાછળ છોડી દીધા હતા, જેમણે ફિફા રેકોર્ડ્સ અનુસાર કુલ 805 ગોલ કર્યા હતા.

Shah Jina