લાઇટ ગઇ અને અચાનક એવું થયું કે લગ્ન વાળા ઘરમાં નવદંપતિ સહિત 6 લોકોની થઇ મોત

એક જ પરિવારના 6 લોકોનું પ્રાણ પંખેરું ઉડી ગયું અને હૈયાફાટ રૂદનની ચીસોથી માહોલ ગમગીન- જાણો સમગ્ર વિગત

હાલ એક દર્દનાક કિસ્સો સામે આવી રહ્યો છે, જેમાં એક જ પરિવારના 6 લોકોની મોત થયાની ઘટના સામે આવી રહી છે. જણાવવામાં આવી રહ્યુ છે કે, વીજળી જવાને કારણે જનરેટર લગાવી પરિવાર સૂઇ રહ્યો હતો,

આ દરમિયાન જનરેટરનો ધૂમાડો પૂરા રૂમમાં ફેલાઇ ગયો અને પરિવારના 6 લોકોની મોત થઇ ગઇ અને એક સભ્યની હાલત નાજુુક છે. મૃતકોમાં બાળકો પણ સામેલ છે અને 15 દિવસ પહેલા જ ઘરમાં લગ્ન સંપન્ન થયા હતા અને નવદંપતિની પણ આ ઘટનામાં મોત થઇ ગઇ છે.

આ ઘટના મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં મંગવારના રોજ બની, પરિવારના 6 લોકોની આ ઘટનામાં મોત થઇ ગઇ છે. એવું લાગે છે કે, ઘરમાં રાખેલ વીજળીના એક જનરેટરથી નીકળેલ કાર્બન મોનોક્સાઇડ ગેસને કારણે પરિવારના સભ્યોનું દમ ઘૂંટાઇ ગયુ, પોલિસ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે.

દુર્ગાપુરનાા વોર્ડ નંબર 3માં જનરેટરમાં ધૂમાડાને કારણે એક જ પરિવારના 6 લોકો મોતને ભેટ્યા હતા, જેને કારણે ચકચાર મચી જવા પામી છે. દુર્ગાપુરમાં રહેનાર કોન્ટ્રાકર રમેશ લષ્કર સહિત 6 લોકોની મોત થઇ ગઇ છે. વરસાદને કારણે જનરેટર ઘરમાં રાખવામાં આવ્યુ હતુ.

28 જૂનનાા રોજ અજય અને માધુરી લષ્કરના લગ્ન થયા હતા અને નવવધુ માધુરી લગ્ન બાદ તેના પિયરથી સોમવારે રાત્રે જ આવી હતી અને મંગળવારે સવારે આ દર્દનાક ઘટના ઘટી ગઇ. પાડોશીઓ અનુસાર સવારે ઘણીવાર સુધી તેમનો દરવાજો ન ખુલ્યો અને ઘરનો કોઇ પણ સભ્ય બહાર ન આવ્યો તો તેમને શંકા થઇ અને તેમણે દરવાજો ખખડાવ્યો પરંતુ અંદરથી કોઇ અવાજ ન આવ્યો.

મૃતકની ઓળખ રમેશ લષ્કર, અજય લષ્કર, લખન લષ્કર, કૃષ્ણ લષ્કર, પૂજા લષ્કર અને માધુરી લષ્કર તરીકે થઇ છે. અધિકારી એ જણાવ્યુ કે એક બાળકીનો જીવ બચી  ગયો છે તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

Shah Jina