જનરલ બિપિન રાવતની પત્ની મધુલિકા વિશે જાણો છો? દિવ્યાંગો અને આશ્રિતો વિશે જે કર્યું એ જાણીને સલામ કરશો

આજે બપોરે ૧૨ વાગ્યા આસપાસ તામિલનાડુના કુન્નુરના જંગલમાં સેનાનું MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જેમા જનરલ બિપિન રાવત, તેમના વાઈફ સહીત 11 ભારતીય સેનાના જવાનાનું દુઃખદ નિધન થયું છે. તેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સાંસદ રાહુલ ગાંધી સહિતના નેતાઓએ દુ:ખ વ્યક્ત કર્યું છે.

PM મોદીએ દુ:ખ વ્યક્ત કરતા લખ્યું કે હું તમિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનાથી ઘણો દુઃખી થયો છું, જેમાં અમે જનરલ બિપિન રાવત, તેમના વાઈફ અને સશસ્ત્ર સેનાના અન્ય જવાનોને ગુમાવ્યા છે. તેઓએ અત્યંત ખંતથી ભારતની સેવા કરી. જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પરિવારો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છે.

રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ તેમના નિધન પર દુખ વ્યક્ત કર્યુ છે. તેમના ટ્વીટ કરીને જણાવ્યું છે કે, તમિલનાડુમાં આજે એક ખુબ દુર્ભાગ્યપૂર્ણ હેલીકોપ્ટર દુર્ઘટનામાં સ્ટાફ, જનરલ બિપિન રાવત, તેમના પત્ની અને 11 અન્ય સશસ્ત્ર દળોના જવાનોના આકસ્મિત નિધનથી ખુબ દુખ થયું છે. તેમનું અવસાન આપણા સશ્સ્ત્ર દળો અને દેશ માટે એક અપૂર્ણીય ક્ષતિ છે.

રાજનાથે કહ્યુ કે, જનરલ રાવતે અસાધારણ સાહસ અને લગનથી દેશની સેવા કરી હતી. પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના રૂપમાં તેમણે આપણા સશસ્ત્ર દળોની સંયુક્તતાની યોજના તૈયાર કરી હતી. આ દુર્ઘટનામાં પોતાના સ્વજનોને ગુમાવનાર પરિવારો પ્રત્યે મારી સંવેદના છે.

શ્રીમતી મધુલિકા રાવત આર્મી વાઇવ્સ વેલ્ફેર એસોસિએશન ના પ્રમુખ અને ઇન્ડિયન આર્મીના પ્રમુખ જનરલ બિપિન રાવતના પત્ની છે. તે આર્મી કર્મચારીઓની બાળકો, પત્નીઓઅને આશ્રિતોના કલ્યાણ માટે કામ કરે છે. આર્મી વાઇવ્સ વેલ્ફેર એસોસિએશને ભારતની સૌથી મોટી એનજીઓ પૈકીની એક છે. મધુલિકા રાવત ઘણા કલ્યાણ કાર્યક્રમો અને ઝુંબેશોનો ભાગ રહ્યાં છે જે વીર નારીઓ અને અલગ-અલગ-દિવ્યાંગ બાળકોને મદદ કરે છે.

તમને જણાવી દઈએ કે મધુલિકા રાવત આર્મીના જવાનોની પત્નીઓના સશક્તિકરણ કરવામાં ઉત્પ્રેરક રહી છે, તેમને બ્યુટિશિયન કોર્સની સાથે નીટિંગ, ટેલરિંગઅને બેગ મેકિંગના કોર્સ લેવા અને તેમને આર્થિક રીતે સ્વતંત્ર બનાવા માટે ‘ચોકલેટ્સ અને કેક’ બનાવવા માટે પ્રોત્સાહિત કરી છે. તેઓ તેના સભ્યોની આરોગ્ય જાગૃતિ અને સુખાકારીને પણ પ્રોત્સાહન આપે છે.

બિપિન રાવતના પત્નીએ અભ્યાસ દિલ્હીમાંથી કર્યો હતો અને ત્યાંની યુનિવર્સિટીમાંથી મનોવિજ્ઞાનમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું. AWWA સિવાય પણ તે ખાસ કરીને કેન્સર પીડિતો માટે ઘણા પ્રકારના સામાજિક કાર્યો કરે છે. મધુલિકા રાવત, પતિ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત સાથે, ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરમાં હતા જે આજે બપોરે તમિલનાડુના કુન્નૂરમાં ક્રેશ થયું હતું. કપલ કુન્નુરના વેલિંગ્ટનમાં ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ જઈ રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના થઇ હતી.

YC