પૂર્વ મુખ્યમંત્રીના ઘરની વહુ હોવા છત્તા પણ આ અભિનેત્રી તેના બંને બાળકોને સ્કૂલે ચાલીને મૂકવા જાય છે, પૈસાનો સહેજ પણ નથી ઘમંડ

ભારતમાં એવા ઘણા વિદ્યાયકના સંબંધીઓ હોય છે, જેઓ પાવરનો બધી બાજુ ઉપયોગ કરતા હોય છે. બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા સ્ટાર્સ છે જે પોલિટીકલ ફેમીલીથી સંબંધ ધરાવે છે. પરંતુ બોલિવુડની આ અભિનેત્રીનો સ્વભાવ બિલકુલ એવો નથી. અમે વાત કરી રહ્યા છે બોલિવુડ અભિનેતા રિતેશ દેશમુખની પત્ની અને અભિનેત્રી જેનેલિયા ડિસૂઝાની… જેનેલિયાના સસરા મુખ્યમંત્રી હતા. પરંતુ આ વાતનો જેનેલિયાને જરા પણ ઘમંડ નથી. આજે પણ તે સાધારણ જીવન જીવે છે અને બાળકને સ્કૂલે ચાલીને મૂકવા જાય છે.

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખ જે હવે આ દુનિયામાં નથી પરંતુ તેમની પહોંચ આજે પણ છે પરંતુ તેનો ફાયદો તેમના દીકરા રિતેશ દેશમુખ અને વહુ જેનેલિયા કયારેય ઉઠાવતા નથી. વિલાસરાવ દેશમુખ 14 ઓગસ્ટ 2021ના રોજ આ દુનિયાને અલવિદા કહી ચાલ્યા ગયા હતા. બોલિવૂડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જેમણે લગ્ન પછી પોતાની કારકિર્દી છોડીને પોતાના પરિવારને પ્રાથમિકતા આપી. તેમાંથી એક જેનેલિયા ડિસોઝા છે જેણે વર્ષ 2003માં ફિલ્મ તુજે મેરી કસમથી બોલિવૂડમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને ત્યાર બાદ તેણે ઘણી ફિલ્મો કરી હતી.

પરંતુ અભિનેતા રિતેશ દેશમુખ સાથે લગ્ન કર્યા બાદ જેનેલિયાએ પરિવારની સંભાળ રાખવા માટે પોતાનું કરિયર છોડી દીધું હતું. જેનેલિયાની ગણતરી ઈન્ડસ્ટ્રીની હોટ અને સુંદર અભિનેત્રીઓમાં થતી હતી. ઉલ્લેખનીય છે કે રિતેશના પિતા વિલાસરાવ દેશમુખ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા અને વર્ષ 2012માં તેમનું અવસાન થયું હતું.વિલાસરાવ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના નેતા હતા અને તેમણે આ પાર્ટી માટે પોતાનો જીવ આપી દીધો હતો.

કરોડોની સંપત્તિની માલિક જેનેલિયા ડિસોઝાને જરાય ઘમંડ નથી અને તે હંમેશા પોતાના સારા વર્તન માટે સોશિયલ મીડિયા પર પ્રભુત્વ ધરાવે છે. રિતેશ અને જેનેલિયા અવારનવાર સોશિયલ મીડિયા પર તેમના બંને પુત્રો સાથેની સુંદર તસવીરો શેર કરતા હોય છે. તમને જણાવી દઈએ કે પિતાના મુખ્યમંત્રી હોવા છતાં રિતેશ દેશમુખે રાજનીતિમાં પોતાનું કરિયર બનાવ્યું ન હતું અને તેણે એક્ટિંગ ઈન્ડસ્ટ્રીમાં પોતાનો હાથ અજમાવ્યો હતો, જેમાં તેને ઘણી સફળતા મળી હતી અને આજે રિતેશ ખૂબ જ ફેમસ એક્ટર બની ગયો છે.

જેનેલિયા ડિસોઝા પણ બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે અને જેનેલિયા ડિસૂઝાએ ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે અને ઈન્ડસ્ટ્રીમાં ઘણું નામ કમાવ્યું છે.રીતેશ અને જેનેલિયા રાજકીય પરિવાર પરંતુ ક્યારેક તેઓ ક્યારેય તેનો લાભ લેતા નથી. તેમનો આખો પરિવાર ખૂબ જ સાદું જીવન જીવવાનું પસંદ કરે છે. તમને જણાવી દઈએ કે જેનેલિયા ડિસોઝા એક અદ્ભુત અભિનેત્રી હોવાની સાથે સાથે સંસ્કારી પત્ની, પુત્રવધૂ અને માતા પણ છે.

રિતેશ દેશમુખ સાથે લગ્ન કર્યા પછી, જેનેલિયા ડિસોઝાએ તેની અભિનય કારકિર્દીને અલવિદા કહી દીધું. તેણે પોતાના પરિવારને સૌથી પહેલા પ્રાથમિકતા આપી, ઉલ્લેખનીય છે કે, તે એકવાર તેના પુત્ર સાથે ત્યારે જોવા મળી હતી જ્યારે તે તેના પુત્રને શાળાએ મૂકવા જઈ રહી હતી અને આ દરમિયાન તે ચાલતી જતી જોવા મળી હતી. આ પરથી અંદાજ લગાવી શકાય કે તેને જરાય પણ ધમંડ નથી.

Shah Jina