પોતાના સુમધુર અવાજના કારણે દુનિયાભરમાં એક આગવું નામ બની ચૂકેલા અને કચ્છી કોયલ તરીકે ઓળખાતા ખ્યાતનામ ગાયિકા ગીતાબેન રબારી હાલ અમેરિકાના પ્રવાસે છે. તેમના આ અમેરિકાના પ્રવાસમાં તેમની સાથે તેમના ભરથાર પૃથ્વી રબારી પણ છે અને ભારતથી અમેરિકા સુધી પહોંચવાની તેમની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં સામે આવી છે.
ગીતાબેન રબારીએ અમેરિકા જતા પહેલા જ એરપોર્ટ ઉપરથી પોતાની શાનદાર તસવીરો શેર કરીને ચર્ચામાં આવ્યા હતા, જેના બાદ તેમના ચાહકો પણ તેમના આ અમેરિકાના પ્રવાસને લઈને તેમની અવનવી તસવીરો જોવા માટે ખુબ જ આતુર હતા અને ચાહકોની આતુરતાનો અંત પણ તેમને આણ્યો.
ગીતાબેન અને તેમના પતિ પૃથ્વી રબારીએ પોતાના અમેરિકા પ્રવાસની ઢગલાબંધ તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી, જેમાં ગીતાબેનનો એક અલગ જ અંદાજ ઉડીને આંખે વળગતો જોવા મળી રહ્યો હતો. મોટાભાગે ગીતાબેન પારંપરિક પરિધાનમાં જોવા મળતા હોય છે, પરંતુ અમેરિકા પ્રવાસમાં તે વેસ્ટર્ન કપડામાં જોવા મળ્યા હતા.
ત્યારે હવે ફરી એકવાર ગીતાબેન તેમના પારંપરિક પરિધાન સાથે અમેરિકામાં જોવા મળ્યા હતા અને તેમને જ તેમના ઇન્સ્ટાગ્રામ ઉપર ઘણી બધી તસવીરો શેર કરી હતી. ગીતાબેન અમેરિકામાં ડાયરામાં રમઝટ બોલાવવા પહોંચ્યા હતા. જ્યાંથી તેમને પોતાની શાનદાર તસવીરો શેર કરી હતી.
આ પહેલા પણ તેમને ડાયરા સ્થળ ઉપર જતા પહેલાની કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તે ટેસ્લા કાર આગળ ઊભા રહી પોઝ પણ આપતા જોવા મળ્યા હતા. તેમણે કાર સાથેની ઘણી તસવીરો તેમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી, જે ખૂબ વાયરલ થઇ રહી છે. આ તસવીર શેર કર્યાના ગણતરીના કલાકોમાં જ હજારો લોકોએ લાઇક કરી હતી અને ચાહકો તેમની તસવીરો પર કમેન્ટ પર પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
તેમણે આ તસવીરો શેરકરવાની સાથે કેપ્શનમાં લખ્યુ હતું કે, નોક્સવિલે, ટેનેસી ખાતે છેલ્લી રાત્રિના લોક ડાયરોની ઝલક. આ ઉપરાંત તેમણે એક દિવસ પહેલા પણ તેમની તસવીરો શેર કરી હતી, જે પણ ઘણી વાયરલ થઇ હતી. આ તસવીરોમાં તેઓ સ્કાઇ બ્લૂ ટોપ અને જીન્સ પહેરેલા જોવા મળ્યા હતા. આ સાથે તેમણે બેગ પણ કેરી કર્યુ હતુ અને ગોગલ્સ કેરી કરી તેઓ કેમેરા સામે જોઇ પોઝ આપતા જોવા મળ્યા હતા.
ગીતાબેને તેમના સોશિયલ મીડિયામાં એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તે ડાયરાની રમઝટ બોલવતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે આખો જ હોલ ખચાખચ ભરેલો છે અને અમેરિકામાં વસનારા ગુજરાતીઓ પણ ગીતાબેનના સુર-તાલના સથવારે ઝૂમી રહ્યા છે.
આ પહેલા હોળીના અવસર પર ગીતાબેને એક તસવીર શેર કરી બધાને હેપ્પી હોળીની શુભકામના આપી હતી. આ તસવીરમાં તેઓ વ્હાઇટ ડ્રેસમાં જોવા મળ્યા હતા અને તેમના હાથમાં રંગોનો થાળ જોવા મળી રહ્યો હતો. આ તસવીરમાં તેમની સ્માઇલ ખૂબ જ આકર્ષક પણ લાગી રહી હતી.
ગીતાબેન રબારીએ અમેરિકા પ્રવાસની ઢગલાબંધ તસવીરો પોસ્ટ કરી છે, જે પોસ્ટ થવાની સાથે જ વાયરલ પણ થઇ જાય છે, આ તસ્વીરોમાં ગીતાબેનનો અનોખો અંદાજ પણ જોવા મળી રહ્યો છે. આ પ્રવાસમાં તેમના ભરથાર પૃથ્વી રબારી પણ તેમની સાથે જ છે અને તેઓ પણ અમેરિકા પ્રવાસની શાનદાર તસવીરો શેર કરતા જોવા મળી રહ્યા છે.
View this post on Instagram
થોડા સમય પહેલા ગીતાબેન હિમવર્ષા અને બરફથી છવાયેલી જગ્યાઓ ઉપર પોઝ આપતા જોવા મળી રહ્યા હતા, તેમની આ તસવીરો જોઈને ચાહકો પણ ખુબ જ ખુશ થઇ ગયા. આ ઉપરાંત પણ તેમને બીજી ઘણી બધી તસવીરો શેર કરી છે, જેમાં તે સીઆ વર્લ્ડ ઓર્લાન્ડો ફ્લોરિડામાં છે અને ત્યાંથી પણ તેઓ શાનદાર પોઝ આપતા જોવા મળી રહ્યા હતા.