આઇલેન્ડમાં બીચ પર કચ્છી કોયલ ગીતાબેન રબારીએ પાણીમાં કરી મસ્તી, તસવીરો શેર કરતા જ થઇ ગઈ વાયરલ, જુઓ

આફ્રિકામાં કાચ જેવા દરિયામાં પાણીની છોડો ઉડાવતા જોવા મળ્યા ગીતાબેન રબારી,  શાનદાર આપ્યા પોઝ જુઓ તસ્વીરોમાં

Gitaben Rabari had fun at the beach : કચ્છી કોયલ તરીકે આખા ગુજરાતમાં એક જાણીતું નામ બની ગયેલા ગીતાબેન રબારી આજે કોઈ ઓળખના મહોતાજ નથી. ગીતાબેન રબારીના નામનો ડંકો દુનિયાભરમાં ગુંજવા લાગ્યો છે. તેમના ગુજરાતમાં થતા કાર્યક્રમોની અંદર પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે, ત્યારે ગીતાબેન વિદેશમાં પણ પોતાના અવાજની ધૂમ મચાવતા હોય છે.

બાગેશ્વર ધામમાં પહોંચ્યા હતા ગીતાબેન રબારી :

હાલ ગીતાબેન રબારી તેમના ભરથાર પૃથ્વી રબારી સાથે વિદેશ પ્રવાસ પર છે, થોડા સમય પહેલા જ તે લંડન અને પછી હોંગકોંગ ગયા હતા, જેના બાદ ગુરુ પૂર્ણિમાના દિવસે મધ્ય પ્રદેશના છત્તરપુરમાં આવેલા બાગેશ્વર ધામમાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના લોક દરબારમાં પણ ગીતાબેન પહોંચ્યા હતા અને ત્યાં પણ તેમને પોતાના સુર છેડ્યા હતા.

આફ્રિકાના પ્રવાસ પર છે ગીતાબેન :

બાગેશ્વર ધામની મુલાકાત બાદ ગીતાબેન રબારી આફ્રિકા જવા માટે નીકળ્યા હતા. ત્યારે ગીતાબેન રબારી તેમના સોશિયલ મીડિયા પર પણ ખુબ જ એક્ટિવ રહેતા હોય છે અને પોતાની તસવીરો અને વીડિયોને પણ તેઓ સતત શેર કરતા રહે છે, જેને ચાહકો દ્વારા પણ ખુબ જ પસંદ કરવામાં આવે છે અને તેમની તસવીરો પોસ્ટ થતા જ વાયરલ થઇ જતી હોય છે.

વેસ્ટર્ન કપડામાં ગીતાબેન રબારીનો નવો અંદાજ :

ત્યારે હાલમાં જ ગીતાબેન રબારીએ કેટલીક તસવીરો પોસ્ટ કરી છે, જેમાં તે આઇલેન્ડની મજા માણતા જોવા મળી રહ્યા છે. સામાન્ય રીતે ગીતાબેન રબારીને આપણે પારંપરિક પહેરવેશમાં જોતા હોઈએ છીએ, પરંતુ જયારે તે વિદેશ પ્રવાસમાં હોય છે, ત્યારે તેમનો એક અનોખો અંદાજ જોવા મળે છે અને તે વેસ્ટર્ન કપડાં પણ કેરી કરતા હોય છે. તેમની આ તસવીરો પણ ચાહકોને ખુબ જ પસંદ આવે છે.

વિક્ટોરિયામાં બીચ પર કરી મસ્તી :

ત્યારે ગીતાબેન રબારી હાલ વિક્ટોરિયામાં છે અને ત્યાં એક આઇલેન્ડ પરથી તેમને પોતાની ઘણી બધી તસવીરો પણ શેર કરી છે. આ તસીવીરોમાં ગીતાબેન રબારી બીચ પર અલગ અલગ પોઝ આપતા જોવા મળી રહ્યા છે. આ  ઉપરાંત તે સમુદ્રના પાણીમાં પણ છબછબીયા કરતા પાણીનો છોડો ઉડાવતા પણ પોઝ આપી રહ્યા છે.

ગીતાબેનના પતિ પૃથ્વી રબારી પણ છે સાથે :

ગીતાબેનના પતિ પૃથ્વી રબારી પણ તેમની સાથે આ પ્રવાસમાં જોડે જ છે અને તેમને પણ પોતાના સોશિયલ મીડિયામાં આ પ્રવાસની ઘણી બધી તસવીરો શેર કરી છે. ગીતાબેન દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરો ચાહકોને ખુબ જ પસંદ આવી રહી છે અને ચાહકો ભરપૂર કોમેન્ટ પણ કરી રહ્યા છે. સાથે જ ગીતાબેનના આ લુકની પ્રસંશા પણ કરી રહ્યા છે.

Niraj Patel