હરભજન સિંહની પત્ની ગીતા બસરા કંઇક આ લુકમાં થઇ સ્પોટ, જુઓ બેબી બંપવાળી તસવીરો

ટિમ ઇન્ડિયાના ભાભી 37 વર્ષની ઉંમરે બીજી વાર ગર્ભવતી થયા, જુઓ ખુબસુરત તસવીરો

બોલિવુડ અભિનેત્રી અને ભારતીય ક્રિકેટર હરભજન સિંહની પત્ની ગીતા બસરાને આજે મુંબઇમાં ક્લિનિક બહાર સ્પોટ કરવામાં આવી હતી. ગીતા બસરા જલ્દી જ તેના બીજા બાળકને જન્મ આપવાની છે.

Image source

ગીતા બસરા ચેકઅપ માટે ક્લિનિક પહોંચી હતી અને આ દરમિયાન તેને ત્યાં હાજર પેપરાજી દ્વારા સ્પોટ કરવામાં આવી હતી. પેપરાજીએ ગીતાની ઘણી તસવીરો પોતાના કેમેરામાં કેદ કરી હતી.

Image source

ગીતા આ દરમિયાન પ્રિંટેડ ગ્રીન ડ્રેસમાં જોવા મળી હતી. આ દરમિયાન તેનો બેબી બંપ પણ જોવા મળી રહ્યો હતો. આ પહેલા પણ ગીતાએ બેબી બંપ ફ્લોન્ટ કરતા તસવીર શેર કરી હતી.

Image source

તેણે ઇન્સ્ટાગ્રામ પર યોગા કરતા તસવીર શેર કરી હતી, જેમાં તે તેનો બેબી બંપ ફ્લોન્ટ કરતા જોવા મળી હતી. તસવીર શેર કરતા ગીતાએ જણાવ્યુ હતુ કે, તે કોરોનાને કારણે ઘરે જ પ્રેગ્નેંસી દરમિયાન વર્કઆઉટ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Geeta Basra (@geetabasra)

તમને જણાવી દઇએ કે, થોડા સમય પહેલા જ ગીતા અને હરભજન સિંહે ગુડ ન્યુઝ શેર કરી હતી કે તેમના ઘરે હવે જલ્દી જ નવા મહેમાનની એન્ટ્રી થવાની છે. ગીતા અને હરભજને વર્ષ 2015માં લગ્ન કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Geeta Basra (@geetabasra)

ગીતા અને હરભજનની એક દીકરી છે, જે પાંચ વર્ષની છે અને તેનું નામ હિનાયા છે. ઘણીવાર તેઓ દીકરી સાથેની તસવીર શેર કરતા રહેતા હોય છે.

Shah Jina