અદાણીના કર્મચારીના હાથથી કંપનીનું થયું હતું કરોડોનું નુકશાન, આપવા ગયો રાજીનામુ તો ગૌતમ અદાણીએ ફાડીને ફેંકી દીધું અને જે કહ્યું તે જાણીને હેરાન રહી જશો

પોતાના કર્મચારીઓ સાથે કેવો વ્યવહાર કરે છે ગૌતમ અદાણી ? જાણીને તમે પણ કહેશો આવી કંપનીમાં કામ….

ગૌતમ અદાણી ભારતના ઉદ્યોગપતિઓમાં એક મોટું નામ છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી અદાણીની મુશ્કેલીઓ ઓછું થવાનું નામ નથી લઇ રહી. અમેરિકન શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગના અહેવાલે અદાણી જૂથને હચમચાવી નાખ્યું હતું. અદાણી ગ્રૂપની માર્કેટ કેપ ઘટી એટલું જ નહીં, ગૌતમ અદાણીની સંપત્તિ પણ અડધી રહી. અદાણી ગ્રુપમાં 10 દિવસથી આ તોફાન ચાલુ છે.

જો કે, તમે નજીકથી જોશો તો ગૌતમ અદાણી પુનરાગમન કરી રહ્યા છે. ફોર્બ્સની અબજોપતિઓની યાદીમાં ગૌતમ અદાણી પુનરાગમન કરી રહ્યા છે. અમીરોની યાદીમાં 58 અબજ ડોલરની સંપત્તિ સાથે અમીરોની યાદીમાં 22મા નંબરે પહોંચેલા ગૌતમ અદાણી ધીમે ધીમે વાપસી કરી રહ્યા છે. હાલમાં તે પાંચ રેન્ક કૂદી આગળ આવ્યા છે. ફોર્બ્સની યાદીમાં ગૌતમ અદાણી 17મા નંબરે પહોંચી ગયા છે. તેમની યાદીમાં ગૌતમ અદાણી હવે જીમ વોલ્ટનથી ઉપર પહોંચી ગયા છે. તેમની કુલ સંપત્તિ $61.9 બિલિયન સુધી પહોંચી ગઈ છે.

ગૌતમ અદાણીનો એક કિસ્સો ઘણો પ્રખ્યાત છે. જ્યારે તેમના એક કર્મચારીએ ભૂલ કરવા બદલ રાજીનામું તેમને સોંપ્યું તો તેમણે કર્મચારીની સામે જ રાજીનામું ફાડી નાખ્યું. આ ઘટના ઘટી હતી 1990ના દાયકામાં. અદાણી એક્સપોર્ટ કંપનીના એક કર્મચારીએ શુગર ટ્રેડિંગમાં ખોટો નિર્ણય લીધો હતો. જેના કારણે કંપનીને 20 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતુ. નોકરીમાંથી કાઢી નાખવાના ડરથી કર્મચારીએ માફી માંગી અને રાજીનામું આપી દીધું.

ગૌતમ અદાણીએ કર્મચારીની સામે જ રાજીનામું ફાડી નાખ્યું. તે સમયે 30 વર્ષના અદાણીએ હસતાં હસતાં કર્મચારીને કહ્યું કે તે જાણે છે કે આ ભૂલ ફરી નહીં થાય. તો શા માટે મારે બીજા કોઈને આ અનુભવનો લાભ લેવા દેવા જોઈએ? ભલે મેં તેની કિંમત ચૂકવી. અદાણી તેના કર્મચારીઓ સાથે આવો વ્યવહાર તો કરે જ છે, પરંતુ મિત્રો બનાવવા અને મિત્રતા નિભાવવામાં પણ માને છે. આ કારણોસર, અદાણીની મિત્રતા રાજકારણીઓથી લઈને મોટા ઉદ્યોગપતિઓ સુધી છે.

Niraj Patel