એશિયાના બીજા સૌથી મોટા ધનિક ગૌતમ અદાણી પોતાના પરિવાર સાથે પહોંચ્યા અનંત અંબાણીના લગ્નમાં, સામે આવી તસવીરો અને વીડિયો

Gautam Adani at Anantha-Radhika wedding : મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી હવે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. 12 જુલાઈ, શુક્રવારે અનંતે રાધિકાને પોતાની કન્યા બનાવી. અનંત અને રાધિકાના ભવ્ય લગ્નમાં દેશ-વિદેશના પ્રતિષ્ઠિત મહેમાનોએ હાજરી આપી હતી. યુગલના લગ્ન એટલા ભવ્ય હતા કે તે મહારાજાની ભવ્યતાની યાદ અપાવે છે. આ લગ્નમાં હાજરી આપવા માટે એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી પણ પોતાના પરિવાર સાથે આવી પહોંચ્યા હતા.

આ દરમિયાન ગૌતમ અદાણીના પ્રસંગમાં આવવા સમયના વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં જોવા મળી રહ્યું છે ગૌતમ અદાણી પોતાના સમગ્ર પરિવાર સાથે અંબાણીના પ્રસંગમાં હાજરી આપી રહ્યા છે. આ દરમિયાન તેમને પોતાની પૌત્રીનો હાથ પણ પકડીને ચાલતા જોઈ શકાય છે.  ગૌતમ અદાણી સાથે તેમની પત્ની અને આખો જ પરિવાર હતો.

આ પ્રસંગમાં ગૌતમ અદાણી સાથે તેમનો દીકરો કરન અદાણી પણ તેની પત્ની અને દીકરી સાથે આવ્યો હતો. રાધિકા અને અનંતના લગ્ન મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે યોજવામાં આવ્યા હતા. આ લગ્ન એટલા ભવ્ય હતા કે વર્ષો સુધી આ લગ્નની યાદો તાજી રહેશે. મુકેશ અંબાણીએ આ લગ્નમાં કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે.

તમને જણાવી દઈએ કે રાધિકા અને અનંતના લગ્ન ત્રણ દિવસ સુધી ચાલવાના છે. ગઈકાલે ભવ્ય લગ્ન સમારંભ બાદ આજે રિસેપશન અને આશીર્વાદનું આયોજન કરવામાં આવશે. જેમાં પણ મોટા મોટા દિગ્ગજો હાજર રહેવાના છે. તો આવતી કાલે એટલે કે રવિવારના રોજ મંગળ ઉત્સવ અને રિસેપશન સાથે કાર્યક્રમો સમાપ્ત થશે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Niraj Patel