જે લક્ઝુરિયસ કારમાં અનંત અંબાણી જાન લઈને રાધિકાને લેવા પહોંચ્યો એ કારના ફીચર્સ જાણીને તો તમે પણ હેરાન રહી જશો, જુઓ

આ શાનદાર Rolls Royce Cullinanમાં દુલ્હન રાધિકાને લેવા પહોંચ્યો અનંત અંબાણી, જાણો કિંમત

Anant Radhika Wedding Car : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ગઈકાલે મુંબઈમાં ધામધૂમથી સંપન્ન થયા. લગ્નનો વરઘોડો પહોંચ્યા બાદ પાઘડી બાંધવાની પ્રથમ વિધિ Jio વર્લ્ડ સેન્ટર ખાતે કરવામાં આવી. આ પછી રાત્રે 8 કલાકે વરમાળા વિધિ કરવામાં આવી અને ત્યારબાદ 9.30 કલાકે સાત ફેરા અને સિંદૂર દાનની વિધિ પૂર્ણ થઇ. આ તમામ ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા પછી, દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે અનંત અંબાણી કઈ કારમાં તેમની પત્ની રાધિકા મર્ચન્ટને વિદાય કરશે અને તેમને એન્ટિલિયા સ્થિત તેમના ઘરે લઈ જશે.

કારણ કે અનંત અંબાણીની પાસે ઘણી લક્ઝરી કાર છે. જેમાં Bentley Continental GTC, Mercedes-Benz G63 AMG, Range Rover Vogue, Mercedes-Benz S-Class, BMW i8, Rolls-Royce Phantom, Rolls-Royce Cullinan, Ferrari SF90 Stradale, Bentley Continental SF90 Stradale, Bentley Continental GT અને FYGનો સામેવેશ થાય છે.

ત્યારે પોતાના લગ્નમાં દુલ્હન રાધિકાને ઘરે લઇ જવા માટે અનંત અંબાણીએ તેની માતા નીતા અંબાણીએ થોડા સમય પહેલા જ લીધેલી રોયસ ક્યુલીયન બ્લેક બેજને પસંદ કરી હતી. આ કરના ફીચર પણ હેરાન કરી દેનારા છે. અનંત અંબાણી જે કાર દ્વારા લગ્ન સ્થળે પહોંચ્યા તે રોલ્સ રોયસ કુલીનન બ્લેક બેજ છે. આ 5 સીટર SUVનું માત્ર એક જ વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યું છે. ભારતમાં આ કાર 11 રંગોમાં આવે છે પરંતુ બ્લેક કલર સૌથી વધુ પસંદ કરવામાં આવે છે.

કારના ઈન્ટિરિયર ફીચર્સ પણ ખૂબ જ શાનદાર છે. આ કાર માત્ર પેટ્રોલ વેરિઅન્ટમાં આવે છે. રોલ્સ રોયસે આ કારની મહત્તમ સ્પીડ 250 કિમી પ્રતિ કલાક હોવાનું જણાવ્યું છે. તેમાં ખૂબ જ પાવરફુલ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાથી તેનું માઈલેજ માત્ર 6.6 કિમી પ્રતિ લીટર જણાવવામાં આવ્યું છે. કારમાં માત્ર ઓટોમેટિક ટ્રાન્સમિશનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એટલે કે તેમાં કોઈ મેન્યુઅલ ગિયર નથી. તમને જણાવી દઈએ કે આ SUV કુલ 8 એરબેગ્સ સાથે આવે છે.

કંપની આ SUVમાં પાવરફુલ 6,749cc એન્જિનનો ઉપયોગ કરે છે. તે 563 bhpનો પાવર અને 850 Nmનો ટોર્ક જનરેટ કરે છે. જો આ દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો આ કાર ફોર્ચ્યુનર કરતા લગભગ 3 ગણી વધુ પાવરફુલ છે. ફોર્ચ્યુનરનું એન્જિન 201 BHPનો પાવર જનરેટ કરે છે. જો આપણે Rolls-Royce Culion Black Badgeની કિંમત પર નજર કરીએ તો દિલ્હીમાં તેની એક્સ-શોરૂમ કિંમત 6.95 કરોડ રૂપિયા છે. દિલ્હીમાં તેની ઓન-રોડ કિંમત 7.99 કરોડ રૂપિયા અને મુંબઈમાં 8.20 કરોડ રૂપિયા છે. આ કાર 5,345 mm લાંબી, 2,000 mm પહોળી અને 1,835 mm ઉંચી છે.

 

Niraj Patel